તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોવિડ સેન્ટર બન્યું રોજગારીનું સાધન:વડોદરાના મોટા ફોફળિયા ગામના કોવિડ કેર સેન્ટરના દર્દીઓને 54 મહિલાઓ ભોજનની સેવા આપે છે, રોજની 400થી 500 રૂપિયા કમાણી

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
હોસ્ટેલમાં કાર્યરત 100 બેડના કોવિડ કેર સેન્ટરમાં શક્તિ, સવિતા અને શારદા સખી મંડળની 54 મહિલાઓ કોરોના કાળમાં રોજના રૂ.400થી 500ની રોજ કમાણી કરી રહી છે - Divya Bhaskar
હોસ્ટેલમાં કાર્યરત 100 બેડના કોવિડ કેર સેન્ટરમાં શક્તિ, સવિતા અને શારદા સખી મંડળની 54 મહિલાઓ કોરોના કાળમાં રોજના રૂ.400થી 500ની રોજ કમાણી કરી રહી છે
  • હોસ્ટેલ બંધ થતાં સખી મંડળની બહેનોની રોજગારી અટકી, કોવિડ કેર સેન્ટર શરૂ થતાં ભોજન સેવાથી રોજગારી ફરી શરૂ થઇ
  • સલામતી માટે PPE કીટ પહેરીને ડિસ્પોઝેબલ ફૂડ પેકેટ કેન્દ્રની બહાર મૂકેલા ટેબલ સુધી પહોંચાડે છે

વૈશ્વિક કોરોના મહામારીની સમગ્ર દેશમાં ગંભીર અસર થઈ છે. ગુજરાતમાં પણ કોરોનાના કેસોમાં નોંધપાત્ર સંખ્યામાં વધારો થયો છે. કોરોનાની કપરી પરિસ્થિતિમાં ધંધા-રોજગારને પણ વ્યાપક અસર થઈ છે. કોરોનાની આ વિકટ સ્થિતિમાં ગામડાઓમાં રોજ રળીને પરિવારનું ગુજરાન ચલાવતા લોકોને વધુ મુશ્કેલી સહન કરવી પડી રહી છે. વિપદની આ ઘડીમાં વડોદરા જિલ્લાના એક ગામનું કોવિડ કેર સેન્ટર ગામની મહિલાઓને રોજગારી આપવાનું કેન્દ્ર બન્યું છે.

100 બેડના કોવિડ કેર સેન્ટરમાં 54 મહિલાઓ ભોજન સેવા આપે છે
હવે, તમે કહેશો કે આવું તો વળી કંઈ હોય! પ્રથમ દૃષ્ટિએ તો આ વાત માન્યામાં આવે એવી નથી, પરંતુ, આ વાત સાચી છે. વાત એમ છે કે, વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં આવેલા મોટા ફોફળિયા ગામમાં સરકાર અને શક્તિકૃપા ચેરીટેબલ ટ્રસ્ટના પીઠબળથી સંસ્થાની હોસ્ટેલમાં કાર્યરત 100 બેડના કોવિડ કેર સેન્ટરમાં શક્તિ, સવિતા અને શારદા સખી મંડળની 54 મહિલાઓ કોરોના કાળમાં રોજના રૂ.400થી 500ની રોજ કમાણી કરી રહી છે.

સલામતી માટે PPE કીટ પહેરીને ડિસ્પોઝેબલ ફૂડ પેકેટ કેન્દ્રની બહાર મૂકેલા ટેબલ સુધી પહોંચાડે છે
સલામતી માટે PPE કીટ પહેરીને ડિસ્પોઝેબલ ફૂડ પેકેટ કેન્દ્રની બહાર મૂકેલા ટેબલ સુધી પહોંચાડે છે

100 બેડના કોવિડ સેન્ટરમાં મહિલાઓને રોજગારી આપવાનો વિચાર મૂક્યો
શક્તિ કૃપા ચેરીટેબલ ટ્રસ્ટના સંચાલક અશોકભાઇ પટેલે જણાવ્યું કે, કોરોનાની સ્થિતિમાં સંસ્થાની શાળાની હોસ્ટેલ બંધ છે. સખી મંડળની આ મહિલાઓ હોસ્ટેલમાં કામ કરતી હતી. હોસ્ટેલ બંધ થતાં તેમની રોજગારી પણ છીનવાઈ ગઇ, જોકે, ટ્રસ્ટના અમેરિકા સ્થિત દાતા કિરણભાઇ પટેલ અને ટ્રસ્ટી જીતુભાઇ પટેલે આ મહિલાઓની ચિંતા કરી, ગામ તથા આસપાસના ગામોના લોકોને કોરોનાની સારવાર મળી રહે તે માટે ગામમાં કાર્યરત 100 બેડના કોવિડ કેર સેન્ટરમાં મહિલાઓને રોજગારી આપવાનો પ્રેરક અને પ્રોત્સાહક વિચાર મૂક્યો અને ટ્રસ્ટે તેનો અમલ કર્યો છે. કેર સેન્ટરમાં આસપાસના ગામોના કોવિડના સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે.

હોસ્ટેલ બંધ થતાં સખી મંડળની બહેનોની રોજગારી અટકી, કોવિડ કેર સેન્ટર શરૂ થતાં ભોજન સેવાથી રોજગારી ફરી શરૂ થઇ
હોસ્ટેલ બંધ થતાં સખી મંડળની બહેનોની રોજગારી અટકી, કોવિડ કેર સેન્ટર શરૂ થતાં ભોજન સેવાથી રોજગારી ફરી શરૂ થઇ

મહિલાઓની કમાણીના નાણાં બેંકમાં જમા કરવામાં આવે છે
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, મિશન મંગલમ યોજના હેઠળ ગામની સખી મંડળની મહિલાઓની રોજગારીની ચિંતા કરી તેમને રોજગારી પુરી પાડવા કોવિડ નિર્ધારિત પ્રોટોકોલ મુજબ આ મહિલાઓને કામગીરી સોંપવામાં આવી છે. આ મહિલાઓ રોજબરોજની કમાણીમાંથી જે બચત કરે તેની સામે સંસ્થા દ્વારા તેટલા જ નાણાં બેંકમાં જમા કરવામાં આવે છે. આ બચતના નાણાંમાંથી સખી મંડળની બહેનોને જ્યારે જરૂર પડે ત્યારે આ રકમ આપવામાં આવે છે.

મહિલાઓ સુરક્ષા માટે PPE કીટ પહેરીને કામગીરી કરે છે
અશોકભાઈએ ઉમેર્યું હતું કે, આ ગ્રામીણ મહિલાઓ દર્દીઓ માટે હાઇજીનની કાળજી રાખી ભોજન બનાવવાની કામગીરી સાથે તેમને નિર્ધારિત પ્રોટોકોલને અનુસરીને પેકિંગ કરેલું ભોજન પહોચાડે છે. કોરોનાના ચેપથી આ મહિલાઓ સંક્રમિત ન બને તે માટે ડિસ્પોઝેબલ પેકિંગમાં ભોજન દર્દીની રૂમની બહાર ટેબલ સુધી પહોચાડવામાં આવે છે. આ માટે મહિલાઓને સંસ્થા દ્વારા પેકિંગની તાલીમ પણ આપવામાં આવી છે. મહિલાઓને સુરક્ષા માટે PPE કીટ પહેરીને તેઓ તેમણે આપવામાં આવેલી કામગીરી કરી રહી છે, જેથી તેઓ સુરક્ષિત રહી શકે.

કોવિડ કેર સેન્ટર ગામની મહિલાઓને રોજગારી આપવાનું કેન્દ્ર બન્યું
કોવિડ કેર સેન્ટર ગામની મહિલાઓને રોજગારી આપવાનું કેન્દ્ર બન્યું

સખી મંડળની બહેનો રસોડા, કોવિડ કેર સેન્ટર ઉપરાંત બાગ બગીચામાં કામગીરી કરી રહી છે
સખી મંડળના રશ્મિબેન પટેલ કહે છે કે, અમારા ગામમાં ત્રણ સખી મંડળમાં 54 બહેનો જોડાયેલી છે. કોરોનાના કારણે સંસ્થાની શાળા બંધ થતાં અમારી રોજગારી અટકી હતી, પરંતુ, સંસ્થા દ્વારા હોસ્ટેલમાં કોવિડ કેર સેન્ટર શરૂ થતાં અમારી રોજગારી ફરીથી શરૂ થઈ છે. સખી મંડળની બહેનો રસોડા, કોવિડ કેર સેન્ટર ઉપરાંત બાગ બગીચામાં કામગીરી કરી રહી છે. અમને રોજના રૂ.400થી 500 જેટલી રકમ મળી રહે છે, જેથી કોરોનાના કપરા કાળમાં પણ અમારા પરિવારનું ગુજરાન એકદમ સારી રીતે ચાલે છે. કોરોનાની કપરી સ્થિતિમાં શક્તિ કૃપા ચેરીટેબલ ટ્રસ્ટે સ્થાનિક મહિલાઓને રોજગારી પૂરી પાડી સમગ્ર રાજ્યમાં પ્રેરક પહેલ કરી છે જે ખરેખર સરાહનીય છે.

વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં આવેલા મોટા ફોફળિયા ગામમાં 100 બેડનું કોવિડ કેર સેન્ટર ચાલે છે
વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં આવેલા મોટા ફોફળિયા ગામમાં 100 બેડનું કોવિડ કેર સેન્ટર ચાલે છે