તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવા બિરદાવી:SSG બાયોકેમિસ્ટ્રીની લેબમાં 10 મહિનામાં 5.37 લાખ ટેસ્ટ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એનએબીએલ એક્રેડિશન સર્ટિ. એનાયત

કોરોનાકાળના છેલ્લા 10 મહિનામાં સયાજી હોસ્પિટલમાં કાર્યરત ક્લિનિકલ કેમિસ્ટ્રી લેબમાં વિવિધ પ્રકારના 5.73 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેના પગલે રાજ્ય સરકાર દ્વારા પ્રતિષ્ઠિત એનએબીએલ એક્રેડિશન સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.

સયાજી હોસ્પિટલ અને બરોડા મેડિકલ કોલેજે કોરોનાકાળમાં કરેલી ઉમદા કામગીરીની સમગ્ર રાજ્યમાં ભારે ચર્ચા છે. જેના ફળ સ્વરૂપે સયાજી હોસ્પિટલને સરકાર તરફથી અને ખાનગી દાતાઓ તરફથી અઢળક અને મોંઘીદાટ મેડિકલ મશીનરી દાન પેટે મળી છે.

સયાજી હોસ્પિટલ અને બરોડા મેડિકલ કોલેજ હેઠળ ચાલતી બાયો કેમિસ્ટ્રી વિભાગની ક્લિનિકલ લેબમાં કોરોના દરમિયાન રોગ પરીક્ષણ અને સારવાર નિર્ધારિત કરવામાં ઉપયોગી ડી ડાઈમર, એબીજી, એલડીએચ, એચબીએ1સી અને ફેરિટીન જેવા ટેસ્ટ અવિરત કર્યા હતા. ઓગસ્ટ 2020થી 2021ના મે મહિના સુધી 5,37,825 જેટલા ટેસ્ટ આ લેબ દ્વારા કરવામાં આવ્યા છે.

ફેબ્રુઆરી 2021માં કેમિસ્ટ્રી લેબમાં અલગ-અલગ 65,575 પરીક્ષણ કરવામાં આવ્યાં હતાં, જ્યારે એપ્રિલ મહિનામાં આ આંક વધીને 98,580 સુધી પહોંચ્યો હતો. કોવિડના દર્દીઓમાં ઉપસ્થિત ક્લિનિશિયનને લેબના ઝડપી પરિણામ પ્રદાન કરવા માટે લેબે ઓનલાઇન રિપોર્ટસ મોકલવાની ગોઠવણ કરી હતી. સયાજી હોસ્પિટલની લેબમાં ડી ડાઈમર, ફેરિટીન, ABG, HbA1C અને LDH જેવા ટેસ્ટ તદ્દન ફ્રીમાં કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...