રહસ્યમય આત્મહત્યા:વડોદરામાં અંબે માતાના મંદિરમાં આધેડે ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યો, માત્ર 3 ફૂટના દરવાજા સાથે આપઘાત કર્યાંની વાત પોલીસના ગળે ઉતરતી નથી

વડોદરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંબે માતાના મંદિર પ્રાંગણમાં આધેડે ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યો હતો
  • અંબે માતાના મંદિરમાં આધેડનો મૃતદેહ જોતા જ સ્થાનિક લોકો ચોંકી ઉઠ્યા હતા
  • મોતનું સાચુ કારણ જાણવા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો

વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં ભીમનાથ બ્રિજ નજીક આવેલી જામવાળી ખાતે અંબે માતાના મંદિર પ્રાંગણમાં આધેડે ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. જોકે, મંદિરના માત્ર 3 ફૂટના દરવાજા સાથે આધેડે આપઘાત કર્યો હોવાની વાત પોલીસના ગળે ઉતરતી નથી. જેથી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ શરૂ કરી છે.

પોલીસે FSLની મદદ લીધી
વડોદરા શહેર નજીક આવેલા બાજવા ખાતે રહેતા 52 વર્ષીય દેવગનભાઇ ગાડાવાડાએ અંબે માતાના મંદિરમાં મૃતદેહ જોતા જ સ્થાનિક લોકો ચોંકી ઉઠ્યા હતા અને સ્થાનિક લોકોએ તુરંત સયાજીગંજ પોલીસને જાણ કરી હતી. જેથી સયાજીગંજ પોલીસ સ્ટેશનના પીઆઇ વી.બી.આલ ટીમ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા અને FSLની મદદ લઇને આ મામલે વધુ તપાસ શરૂ કરી હતી.

અંબે માતાના મંદિરમાં આધેડનો મૃતદેહ જોતા જ સ્થાનિક લોકો ચોંકી ઉઠ્યા હતા
અંબે માતાના મંદિરમાં આધેડનો મૃતદેહ જોતા જ સ્થાનિક લોકો ચોંકી ઉઠ્યા હતા

આપઘાતની વાત પોલીસના ગળે ઉતરતી નથી
અંબા માતા મંદિરના માત્ર 3 ફૂટના દરવાજા સાથે આધેડે આપઘાત કર્યો હોવાની વાત પોલીસના ગળે ઉતરતી નથી. જેથી મોતનું સાચુ કારણ જાણવા માટે પોલીસે આધેડના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

સ્થાનિકોએ પોલીસને જાણ કરી
સ્થાનિક મુન્ના રાજપૂતે જણાવ્યું હતું કે, હું જામવાડી ખાતે રહુ છું, અહીં અંબે માતા અને ગણપતિનું મંદિર છે. જ્યાં એક આધેડે આપઘાત કર્યો હતો. મને આ બાબતની ખબર પડતા હું દોડી ગયો હતો અને તુરંત જ મે પોલીસને જાણ કરી હતી. પોલીસે અહીં આવીને તપાસ શરૂ કરી છે.

મંદિરના માત્ર 3 ફૂટના દરવાજા સાથે આધેડે આપઘાત કર્યો હોવાની વાત પોલીસના ગળે ઉતરતી નથી
મંદિરના માત્ર 3 ફૂટના દરવાજા સાથે આધેડે આપઘાત કર્યો હોવાની વાત પોલીસના ગળે ઉતરતી નથી

દેવું વધી જતાં જિમ સંચાલકે આપઘાત કર્યો હતો
3 દિવસ પહેલા વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતા 30 વર્ષિય યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. લોકડાઉન પહેલા ચાલુ કરેલા જીમના કારણે દેવું વધી જતા તેને આ પગલું ભર્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. ગોરવા હાઉસીંગ બોર્ડમાં રહેતા સુરજ નાયર(ઉ.30)એ લોકડાઉન પૂર્વે ઈલોરાપાર્કમાં વેલોસીટી નામનું જીમ શરૂ કર્યું હતું.

યુવાનને 3 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હતું
આ જીમ માટે તેને ભાડેથી જગ્યા રાખી હતી. જોકે લોકડાઉનમાં જીમ બંધ રહેતા તેના માથે રૂા.3 લાખનું દેવું થઈ ગયું હતું. તેને આપેલા ચેક પણ બાઉન્સ જતા લેણદારોએ કોર્ટ કેસ કર્યો હતો. જેની અવાર-નવાર મુદત પડતી હોવાથી તે નાણા કેવી રીતે ભરશે તે વ્યથીત રહેતો હતો. દરમિયાન તેને શનિવારના રોજ સવારે પોતાના મકાનમાં ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. સવારે કેબલના પૈસા લેવા માટે આવેલા વ્યક્તિએ સુરજ નાયરને ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોતા તેણે મૃતકના પિતાને ફોન કરી આ અંગે જાણકારી આપી હતી. ગોરવા પોલીસે સ્થળ પર પહોચીને મૃતદેહને સયાજી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડ્યો હતો.

મોતનું સાચુ કારણ જાણવા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો
મોતનું સાચુ કારણ જાણવા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો
અન્ય સમાચારો પણ છે...