કોરોના વડોદરા LIVE:આજે નવા 95 કેસ, ગ્રામ્યમાં 31 કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંક વધીને 582 થયો

વડોદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • હાલમાં વડોદરા શહેરમાં 380 લોકો ક્વોરન્ટીન છે

વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર-જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નવા 95 કેસ નોંધાયા છે. કોરોનાના કેસની કુલ સંખ્યા 1,36,603 પર પહોંચી ગઇ છે. વધુ 65 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ 1,35,264 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 757 પર પહોંચ્યો છે.

હોસ્પિટલોમાં 24 દર્દી દાખલ
વડોદરા શહેર અને જિલ્લામાં એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 582 થઇ છે. હાલમાં હોસ્પિટલોમાં 24 દર્દી દાખલ છે. જે પૈકી 4 દર્દી હાલ ઓક્સિજન પર છે. હાલમાં શહેરમાં 380 લોકો ક્વોરન્ટીન છે.

આ વિસ્તારોમાં નવા કેસો નોંધાયા
વડોદરામાં અકોટા, અટલાદરા, બાપોદ, ભાયલી, છાણી, દિવાળીપુરા, ફતેપુરા, ગોરવા, ગાજરાવાડી, ગોત્રી, હરણી, કપુરાઈ, મકરપુરા, માણેજા, માંજલપુર, સમા, નવાયાર્ડ, નવીધરતી, રામદેવનગર, સીયાબાગ, સુભાનપુરા, તાંદલજા, તરસાલી, વડસર, યમુનામીલ, રણોલી, ધનોરા, પાદરા, સોખડા, આસોજ, ટુંડાવ, વાઘોડિયા, થુવાવી, દશરથ, મંજુસર, ઇન્દિરાનગર, આજોડ, સિસવા, પિલોલ અને ટીંબીમાં નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.

ઝોન પ્રમાણે કેસ
વડોદરામાં ઝોન પ્રમાણે નવા નોંધાયેલા કેસ તરફ નજર કરીએ તો પૂર્વ ઝોનમાં 12, પશ્ચિમ ઝોનમાં 25, ઉત્તર ઝોનમાં 15 અને દક્ષિણ ઝોનમાં 12 કેસ નોંધાયા છે અને ગ્રામ્યમાં 31 કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...