બોનસ:511 કંપનીએ રૂ 1640000000 બોનસ ચૂકવ્યું, 1 નવેમ્બરે સૌથી વધુ 77.89 કરોડ ચૂકવાયા : ગત વર્ષે 97 કરોડ અપાયું હતું

વડોદરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 83,832 કર્મચારીઓની ધનતેરસ

શહેર-જિલ્લાની 511 કંપનીઓ મળી મધ્ય ગુજરાતની 1013 કંપનીઓના 2.04 લાખ કર્મચારીઓને 299.95 કરોડ બોનસ ચૂકવવામાં આવતાં ખરા અર્થમાં કર્મચારીઓને ધન તેરસ થઈ છે. વડોદરાના કર્મચારીઓને વર્ષ 2020માં કોરોના મહામારીમાં રૂા.97.97 કરોડ બોનસ મળ્યું હતું, જેની સામે વર્ષ 2021માં રૂા.164 કરોડ બોનસ ચૂકવવામાં આવ્યું છે.

મધ્ય ગુજરાતની 1013 કંપનીઓમાંથી 12 ઓક્ટોબરથી કર્મચારીઓને બોનસ આપવાની શરૂઆત થઈ હતી. જેમાં 12 ઓક્ટોબરે 17 કંપનીઓએ બોનસ ચૂકવ્યું હતું. ત્યાર બાદ 1 નવેમ્બરના રોજ સૌથી વધુ 162 કંપનીઓએ પોતાના 42 હજાર કર્મચારીઓને રૂા.77.89 કરોડ બોનસ ચૂકવ્યું છે. ધન તેરસ પહેલાં જ કંપનીઓએ કર્મચારીઓને બોનસ ચૂકવી દેતાં તેઓની ધન તેરસ થઈ ગઈ છે. દિવાળીના તહેવારો 1 નવેમ્બરથી શરૂ થઈ ગયા છે તેવામાં દિવાળી પહેલાં જ 200 કરોડથી વધુ ખરીદી લોકો કરી દીધી છે.

3 વર્ષમાં કેટલું બોનસ?

વર્ષકંપનીકર્મચારીબોનસ
201924876,637રૂ 192
202044967,000રૂ 97.97
202151183,832રૂ 164.64
સોર્સ : શ્રમ આયુક્તની કચેરી (રૂપિયા કરોડમાં)

શ્રમ વિભાગે કર્મચારીઓના બોનસ માટે ઉદ્યોગકારો સાથે મીટિંગ કરી
નાયબ શ્રમ આયુક્ત અધિકારીઓએ જણાવ્યું હતું કે, અમે દરેક કંપનીઓમાં ના સંચાલકોને મળીન દરેક કર્મચારીઓને યોગ્ય દિવાળી બોનસ મળે તે માટે પ્રયત્ન કર્યો હતો. તમામ કંપનીએ સમયસર ચૂકવણુ કર્યું છે.

મધ્ય ગુજરાતમાં 2 લાખથી વધુ કર્મચારીઓને 299 કરોડ બોનસ

શહેરકંપનીકર્મચારીબોનસ
વડોદરા51183,832રૂ 164.64 કરોડ
ભરૂચ31370,322રૂ 77.31 કરોડ
ગોધરા10639,121રૂ 44.62 કરોડ
આણંદ392,889રૂ 2.56 કરોડ
ખેડા-નડિયાદ377,958રૂ 8.71 કરોડ
નર્મદા6574રૂ 1.82 કરોડ
દાહોદ1112રૂ 27.22 લાખ
કુલ10132,04,808રૂ 299.95 કરોડ