માર્ગ મરામત મહાઅભિયાન:વડોદરા જિલ્લામાં 729 પૈકી 507 માર્ગોની મરામત સંપન્ન

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 10મી ઓકટોબર સુધી માર્ગ મરામત મહા અભિયાન હાથ ધરાયું

રાજ્ય સરકાર દ્વારા 10 ઓક્ટોબર સુધી માર્ગ મરામત મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે વડોદરા જિલ્લામાં માર્ગ મકાન વિભાગ સ્ટેટ અને પંચાયત હસ્તક હેઠળ રસ્તા રિપેર કરવા માટે કુલ 729 અરજીઓ આવી હતી.જે પૈકી 507 રસ્તા રિપેર કરાયાં છે.

માર્ગ-મકાન પંચાયત વિભાગના કાર્યપાલક ઇજનેર એન.એમ.નાયકાવાલાએ જણાવ્યું હતું કે, માર્ગ મરામત મહા અભિયાન હેઠળ વડોદરા જિલ્લામાં પંચાયત હસ્તકના રસ્તાઓ કે જે ચોમાસા દરમિયાન નુકશાન પામ્યા છે,તેવા રસ્તાઓને 10 ઓક્ટોબર સુધીમાં સંપૂર્ણ મરામત કરવાની કામગીરી હાથ ધરાઈ છે.પંચાયત વિભાગના રસ્તાઓની કુલ 458 રજૂઆતો મળી હતી જે પૈકી 278રજૂઆતોનો નિકાલ કરાયો છે.વડોદરા જિલ્લામાં માર્ગ મકાન સ્ટેટ અને પંચાયત વિભાગની કુલ 729 રજૂઆતો પૈકી 507 માર્ગ મરામત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે પુરી કરવામાં આવી છે. મરામત કરાઈ છે.

જિલ્લામાં સ્ટેટ હસ્તક 930 કિમીના રસ્તાઓ છે
વડોદરા જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)હસ્તક કુલ ૫૮ રસ્તાઓ પૈકી 41 રાજય ધોરીમાર્ગ ,15 મુખ્ય જિલ્લા માર્ગ તથા 2 અન્ય જિલ્લા માર્ગ સહિત કુલ 930.80 કિ.મી. લંબાઈના માર્ગો આવેલા છે. જે વડોદરા શહેર સાથે વિવિધ તાલુકાઓને જોડે છે.તાજેતરમાં ચોમાસાની ઋતુ શરૂ થતાં પહેલા જિલ્લા માર્ગ અને મકાન વિભાગ ઘ્વારા મરામતની જરૂરીયાત વાળા માર્ગો પર વિભાગ ધ્વારા તથા સંલગ્ન ઈજારદાર દ્વારા પ્રિ – મોનસુન કામગીરીના ભાગરૂપે માર્ગ મરામતની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...