વડોદરાનું ફન રન:50112 લોકો ચાલ્યા, દોડ્યા ગરબા અને ટીમલી રમ્યા

વડોદરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 92,600નું રજિસ્ટ્રેશન, 68 હજાર જ દોડ્યાં, ગત મેરેથોનમાં 76,743 લોકો દોડ્યાં હતા
  • 42 કિમી.ની મેરેથોન આફ્રિકન જીત્યા, 18થી34ની કેટેગરીમાં ભારતીયો અવ્વલ

વડોદરામાં ફૂલ મેરેથોનની 42 કિ.મીની દોડની શરૂઆત બાદ તબક્કાવાર 21, 10, 5 અને પ્લેજ રનોની શરૂઆત થઇ હતી. મુખ્યમંત્રી દ્વારા 7.30 વાગ્યે ફ્લેગઓફ કરાવવામાં આવ્યું હતું. મેરેથોનની આગલી રાત સુધીમાં 92, 600 લોકોએ વિવિધ કેટેગરીની દોડમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.

જો કે તેમાંથી 68 હજાર લોકોએ જ દોડ લગાવતાં 7 હજારથી વધુનો ઘટાડો થયો હતો. જ્યારે 5 કિ.મીની રનમાં શહેરના 50112 લોકો દોડ્યા હતા. 42 કિમી.ની મેરેથોન આફ્રિકન જીત્યા હતા તો 18થી34ની કેટેગરીમાં ભારતીયો અવ્વલ રહ્યા હતાં. લોકો રસ્તા ઉપર સંગીતની સાથે ગરબા અને ટીમલી પણ રમ્યા હતાં. જ્યારે કેટલાંય લોકો ચાલતા પણ નજરે ચઢ્યા હતા. હજારો લોકોની 5 કિ.મીની રન ફનરન જેવી વર્તાઇ હતી.

મેરેથોનમાં દોડવીરો અનેક હેરિટેજ બિલ્ડીંગ નજીકથી પસાર થયા હતાં. જેમાં મરીમાતાના ખાંચા પાસે ટીમલીની રમઝટ બોલવાઈ હતી. જ્યારે શ્રેયસ ત્રણ રસ્તા, સુશેન ચાર રસ્તા સહિત વિવિધ સ્થળો પર ઢોલ-ત્રાસા વગાડવાનું આયોજન કર્યું હતું. વિવિધ સ્થળે ટોઇલેટ બોક્ષ અને પીવાના પાણીની પણ સુવિધા હતી. 21 કિમિની મેરેથોનના ફ્લેગ ઓફ બાદ ગેટ બહાર દોડવીરોને સામે જ એમ્બ્યુલન્સ મળી હતી. પોલીસે રનર્સને અટકાવી 108 એમ્બ્યુલન્સને જવા માટે જગ્યા કરી આપવામાં આવી હતી.

રૂટ ઉપર વિવિધ સ્થળોએ રોકાયા ડાન્સવીરો
શહેરના વિવિધ રૂટ ઉપર દોડવીરોની હળવાશ અને મનોરંજન માટે ફ્લોર બનાવાયા હતા, જેમાં ઝુમ્બા, ડાન્સ, સંગીતનું આયોજન થયું હતું.

વિકાસની મેરેથોનને સમર્થન બદલ આભાર : સીએમ
ફલેગઓફ પહેલાં સીએમ ભુપેન્દ્ર પટેલે કહ્યું કે ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફીટ ઇન્ડીયાનો મંત્ર આપ્યો હતો. મેરેથોનનો ઉત્સાહ જોઈને લાગે છે કે મંત્ર સાકાર થયો છે. વિકાસની મેરેથોનને સમર્થન આપી સહભાગી થયા હતા તે બદલ સૌનો આભાર. શિયાળાની ઠંડીમાં લોકો ભાગ લઇ રહ્યા છે તે આરોગ્ય અને તંદુરસ્તીની ખેવના દર્શાવે છે.

સ્ટેટ બેંકના મહિલા કર્મચારી સાડી પહેરી 21 કિ.મીની મેરેથોન દોડ્યાં
વડોદરા | વડોદરા મેરેથોનમાં સવારે 5 વાગ્યાથી દોડવીરોથી શહેરના રસ્તાઓ ભરાયા હતા. પુરુષ-મહિલાઓ ટીશર્ટ- ટ્રેક અથવા શોર્ટ્સ આઉટફિટમાં હતા. પરંતુ સાડી પહેરીને દોડતી એક મહિલાએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. મેરેથોનમાં સાડી! દોડતા કેમનું ફાવતું હશે? આ શબ્દો પણ કેટલાય દોડવીરોના મોઢે સંભળાયા હતા.

પરંતુ મહિલા સાડી પહેરીને પણ બીજા દોડવીરોને પણ હંફાવતી હતી. સાડીમાં 21 કિમીની હાફ મેરેથોનમાં દોડતી મહિલાનું નામ મીનાક્ષી શાહ હતું. સવારે 5:30 વાગ્યે લાલબાગ બ્રિજ ઉતરતા તેઓ નજરે ચડ્યા હતા. તેઓ ગાંધીનગરમાં એસ. બી.આઇમાં ફરજ બજાવતા હોવાનું જણાવ્યું હતું. તેઓએ જણાવ્યું કે, ગત મેરેથોનમાં 10 કિમી સાડી પહેરીને દોડ્યા હતા.

ગૃહમંત્રી સંઘવી 5 કિલોમીટર દોડ્યા
ગૃહમંત્રી હર્ષ સંઘવી 5 કિમીની મેરેથોનમાં લોકો સાથે દોડ્યા હતા.

વિદ્યાર્થીની પરિવારને કહ્યાવગર આવતા માતા પણ દોડી આવ્યા
સમાની 17 વર્ષીય કિશોરી પરિવારને કહ્યા વગર મેરેથોનમાં આવતા માતા ગભરાઇને ગ્રાઉન્ડમાં પહોંચ્યા હતા. પોલીસ જવાનોએ સમજાવ્યું હતું કે તમારી પુત્રીને કંઇ નહીં થાય.

અન્ય સમાચારો પણ છે...