વડોદરા શહેર-જિલ્લામાં એક લાખ લોકોએ 30ને કેન્સર છે જ્યારે દર વર્ષે 5000 કેન્સરના નવા દર્દીઓ ઉમેરાય છે. જે ગુજરાત રાજ્યના 45 હજાર દર્દીઓના નવમા ભાગના છે. વડોદરાના કુલ દર્દીઓ પૈકી તમાકુ-ગુટખા ખાતા 1500 લોકોને ગળા અને મોના કેન્સર થાય છે. આ ઉપરાંત જે લોકો વારંવાર એક્સ રે અને સિટી સ્કેન કરાવે છે કે કરાવવાની ફરજ પડે છે ત્યારે તેમને કેન્સર થવાની શક્યતા વધુ હોય છે.
આ ચોંકાવનારી હકીકત એસએસજીના કેન્સર વિશેષજ્ઞ અને હેડ ડો. અનિલ ગોયેલે કલેકટર કચેરીના ધારાસભા હોલ ખાતે મીડિયા સમક્ષના કેન્સર જાગૃતિ વિશેના વ્યાખ્યાનમાં જણાવી હતી. વડોદરામાં કેન્સરના કુલ કેસોના 40 ટકા કેસો મહિલાઓમાં જોવા મળે છે, જેમા બ્રેસ્ટ કેન્સરના 26 ટકા અને ગર્ભાશયના કેન્સરના 14 ટકા કેસો જોવા મળે છે. પ્રાથમિક અંદાજ મુજબ વડોદરામાં દર વર્ષે 500થી 6000 જેટલા લોકોના કેન્સરથી મોત થાય છે.
ડો. અનિલ ગોયલે જણાવ્યું કે, ગાલમાં દાંતના ઘસાવાથી ચાંદુ પડે તો તુરંત જ તબીબને બતાવવું જોઇએ. પણ સફેદ કે લાલ ડાધ કેન્સર નથી તેને તબીબને બતાવીને દવા કરવી જોઇએ જો તુરંત રાહત ન થાય તો કેન્સરની શક્યતા છે. મહિલાઓમાં ગર્ભાશયના કેન્સર જોવા મળે છે. પણ તેની વેક્સિન ઉપલબ્ધ છે. વેક્સિનથી 80 ટકા રક્ષણ મળે છે, 10થી 45 વર્ષે મૂકાવી લેવી હિતાવહ છે. તેમણે વિશ્વ આરોગ્ય સંસ્થાના અભ્યાસના ડેટાના આધારે જણાવ્યું કે, ‘ કેન્સરના 30 ટકા દર્દી બચી જાય છે, 30 ટકા કંટ્રોલ થઇ જાય છે અને 30 ટકા કેસમાં રાહત મળે છે. ભારતમાં એક લાખે 225ને કેન્સર થાય છે.
માસિક 11 વર્ષ પહેલાં આવે, સંતાન મોડું થાય ત્યારે કેન્સરની શક્યતા વધુ
1. જો માસિક 11 વર્ષ પહેલા આવે તેવી બાળકીમાં ઇસ્ટ્રોજનનું પ્રમાણ વધુ હોય છે. અથવા 2. જે મહિલાઓ સંતાન મોડુ કરે તેમનામાં કેન્સરની શક્યતા વધુ હોય છે.
3. મહિલા કે પુરુષનું વજન વધુ હોય ત્યારે ઇસ્ટ્રોજન સહિતના હોર્મોનનું પ્રમાણ વધુ હોય તો કેન્સરની શક્યતા વધુ રહેલી હોય છે.
4. સ્તન કેન્સરની તપાસ કરવી હોય તો અલ્ટ્રાસાઉન્ડ રિપોર્ટ કરાવ્યા બાદ જ મેમોસોનોગ્રાફી કરાવવી જોઇએ.
5. પુરુષોમાં આંતરડાના અને પ્રોસ્ટેટ કેન્સર વધુ જોવા મળે છે. જોકે પેન્ક્રિયાઝ અને લિવરના કેન્સર 2 વર્ષમાં જીવલેણ બને છે.
6. 90 વર્ષથી વધુ વયના તંદુરસ્ત લોકોમાં પણ પ્રોસ્ટેટ કેન્સર હોવાની શક્યતા 70 ટકા જેટલી હોય છે.
આમલીનું પાણી વધુ લેવાનું ટાળો
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.