રકમ ફાળવાઈ:બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે 5000 કરોડ, ફાટક નવીની કરણ માટે 3100 કરોડની ફાળવણી

વડોદરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • છોટાઉદેપુર-ધાર પ્રોજેકટ માટે 100 કરોડ
  • આણંદ-ગોધરા ડબલિંગ માટે 10 કરોડ વપરાશે
  • બજેટમાં વડોદરા રેલવેના વિકાસના કામો માટે મોટી રકમ ફાળવાઈ

વેસ્ટર્ન રેલવેના વડોદરા ડિવિઝનના વિવિધ વિકાસના કામો માટે બજેટમાં મોટી રકમ ફાળવવામાં આવી છે,જેમાં સૌથી વધુ રકમ મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન માટે રૂ5000 કરોડ ફાળવવામાં આવ્યા છે.જેના પગલે બુલેેટ ટ્રેન પ્રોજેકટને વધુ ગતિ મળશે.

રેલવે સૂત્રોના જણાવ્યા મુજબ,છોટાઉદેપુર-ધાર પ્રોજેકટ માટે રૂ.100 કરોડ, આણંદ-ગોધરા રેલવે ટ્રેકના ડબલીંગ માટે રૂ.10 કરોડ ફાળવવામાં આવ્યા છે.વડોદરા યાર્ડથી ગોધરા લાઈન વચ્ચેના પુથ્થકરણ માટે રૂ1.4.12 કરોડ, મુંબઇ-દિલ્હી લાઈન પરના વડોદરા-અમદાવાદ સહિતના ટ્રેક પર ટ્રેનની સ્પીડ 160થી 200 કિમી. પ્રતિકલાક કરવા માટે રૂ.450 કરોડની ફાળવણી કરવામાં આવી છે.મિયાંગામ કરજણ-ડભોઈ-સમલાયા વિદ્યુતીકરણ અને ડભોઈ-ચાંદોદ-એકતાનગર માટે રૂ.39.99 કરોડ ફાળવાયા છે.

વડોદરા રેલવે ડિવિઝનના જનસંપર્ક અધિકારી પ્રદિપ શર્માએ જણાવ્યું હતું કે ‘વડોદરા ડિવિઝનના સમપાર ફાટકો અને તેના અપગ્રેડેશન માટે રૂ1.1486 કરોડની ફાળવણી કરાઈ છે.રેલપથ નવીની કરણ માટે રૂ1.1595 કરોડ,સિગ્નલ અને દૂર સંચાર કામગીરી માટે રૂ1.35.58 કરોડ, પ્રતાનગરમાં ક્ષમતા વધારવાના કામ અને મેમુ કાર શેડના આધુનીકરણ કાર્ય માટે રૂ1.3.43 કરોડ ફાળવવામાં આવ્યા છે.100 યુનિટ ડીવાઈસના પરિવર્તન માટે રૂ1 3 કરોડ,ગ્રાહકોની સુવિધા વધારવા માટે રૂ.5 કરોડ અને વડોદરા નેશનલ રેલ યુનિવર્સીટી માટે રૂ.5.20 કરોડ ફાળવામાં આવ્યા છે.

પૂર્વ રેલવે રાજય મંત્રી અને રાજયસભાના સાંસદ નારણભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે ‘ પેન્ડિંગ પ્રોજેકટ માટે ખૂબ ઓછી રકમ ફાળવવામાં આવી છે જેના પગલે આ પ્રોજેકટનો વિલંબ લંબાતો જશે. છોટાઉદેપુર-પ્રતાપનગર ટ્રેન વીસ મહિના કરતાં વધુ સમયથી બંધ છે. આ રેલ લાઈનને ધાર-ઇન્દોર સુધી જોડવાનો પ્રોજેકટ છે જે અધુરો છે.પણ આ પ્રોજેકટ સાથે તંત્ર દ્વારા સાવકો વ્યવહાર કરાતો હોય તેવું લાગે છે.ખરેખર તો છોટાઉદેપુર-પ્રતાપનગર લાઈનનું ડબલીંગ કરવાની પણ જરૂર છે.

ડીઆરયુસીસી મેમ્બર અને રેલવે પેસેન્જર એસોસીયેશનના પ્રમુખ ઓમકારનાથ તિવારીએ વડોદરા રેલવે ડિવિઝન માટે બજેટમાં ફાળવાયેલી વિવિધ રકમ માટે જણાવ્યું હતું કે ‘છોટા-ઉદેપુર-ધાર પ્રોજેકટ વરસોથી ચાલુ છે પણ તેને પુરો કરવામાં વિલંબ થઇ રહ્યો છે. આ પ્રોજેકટ માટે ફાળવવામાં આવેલી રકમ ઓછી છે. આ પ્રોજેકટ માટે રૂ1.100 કરોડ ફાળવાયા છે તે પુરતા નથી. આ ઉપરાંત મિયાંગામ કરજણ-ડભોઈ- સમલાયા વિદ્યુતીકરણ માટે માત્ર રૂ.39.99 કરોડ ફાળવવામાં આવ્યા છે તે ખૂબ ઓછી રકમ છે.પેડિંગ પ્રોજેકટ વર્ષોથી અટવાયેલા છે.

અન્ય સમાચારો પણ છે...