તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:સર સયાજીરાવના અપ્રકાશિત કાર્યોના 13 ખંડોના 50 ભાગો પ્રકાશિત કરાયા

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મહારાષ્ટ્રની મહારાજા સયાજીરાવ ગાયકવાડ ચરિત્ર સાધને પ્રકાશન સમિતિ દ્વારા

મહારાષ્ટ્ર સરકાર દ્વારા મહારાજા સયાજીરાવના અપ્રકાશિત કાર્યને પ્રકાશિત કરવાની જવાબદારી અંતર્ગત 13 ખંડના 50 ભાગ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. મહારાષ્ટ સરકારે, મહારાજા સયાજીરાવ ગાયકવાડનો સાંસ્કૃતિક વારસો આગળ વધારવા માટે મહારાજા સયાજીરાવ ગાયકવાડ ચરિત્ર સાધને પ્રકાશન સમિતિની રચના કરી છે.

આ સમિતિના સચિવ બાબા ભાંડ છે. ડો. રમેશ વરખેડ, મંદા હિંગુરાવ, ડો. અશોક રાણા અને ડો. એકનાથ પગાર આ સમિતિના સદસ્યો છે. પ્રાદેશિક, સાંસ્કૃતિક અને સામાજિક મતભેદો છતાં સયાજીરાવેે બરોડા રાજ્યમાં સામાજિક, શૈક્ષણિક અને આર્થિક એમ ઘણા ક્ષેત્રોમાં સુધારણા કર્યા છે.

સમિતિએ અત્યાર સુધીમાં કુલ 62 પુસ્તકો પ્રકાશિત કર્યા
મરાઠી સાહિત્ય સંમેલનમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડના ૧૨ ખંડોનું પ્રકાશન 2 વર્ષ પહેલા વડોદરામાં થયું હતું છે.હવે બાકી રહેલા 13 ખંડોનું પ્રકાશન થશે. આ 13 ખંડોમાં મહારાજાના ચરિત્ર વિષય પરના 50 ભાગોનો સમાવેશ છે. એકંદરે મહારાજા સયાજીરાવ ગાયકવાડ ચરિત્ર સાધને પ્રકાશન સમિતિ દ્વારા 13 ખંડોના 50 ભાગો પ્રકાશિત થઈ રહ્યા છે. સમિતિએ અત્યાર સુધીમા કુલ 62 પુસ્તકો પ્રકશિત કર્યા છે, જેમાં 32 મરાઠી, 22 ઇંગલિશ અને 10 હિન્દી પુસ્તકો છે. આ પુસ્તકો રૂ. 60 થી રૂ.120 ના વ્યાજબી ભાવે ઉપલબ્ધ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો