તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભૂગર્ભ જળ સંરક્ષણ યોજના:ગોત્રીમાં 50 લાખ લિટર વરસાદી પાણી ઉતારાશે

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે નંદાલય પાસે પગદંડ દ્વારા યોજના શરૂ કરાશે
  • અગાઉ 4 સ્થળે 1 કરોડ લિટર પાણી જમીનમાં ઉતાર્યું

શહેરમાં વરસાદી મોસમ શરૂ થઈ ગઈ છે ત્યારે ફરી પાલિકાના સહયોગથી પગદંડ તરફથી ભૂગર્ભ જળ સંરક્ષણ યોજના શરૂ કરાઇ છે. જેનો ગોત્રી નંદાલય પાસેથી રવિવારે પ્રારંભ કરાશે. જેમાં 5 મિલિયન લિટર એટલે 50 લાખ લિટર પાણી જમીનમાં ઉતારવાનો લક્ષ્યાંક છે.

શહેરના લગભગ મોટાભાગના વિસ્તારમાં વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ કાર્યરત નથી. તે જ રીતે ઘણા વિસ્તારોમાં ભૂગર્ભ જળનું સ્તર નીચું ગયું છે. વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થાય માટે એનજીઓ પગદંડ દ્વારા રેઇન વોટર રિચાર્જ સિસ્ટમનો 1 વર્ષ પહેલાં વિચાર મૂકાયો હતો. જેમાં પગદંડ દ્વારા જીએસીએલ અને વડોદરા મેરેથોનની મદદ લેવામાં આવી હતી.

આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ કુદરતી સંસાધનોનું સંરક્ષણ અને જાળવણી કરવાનો છે. જેથી વરસાદી પાણીનો ભૂગર્ભમાં નિકાલ થાય અને જળ સ્તર ઊંચું આવે. ખાસ કરીને આવા વિસ્તારોમાં ભૂગર્ભ જળની ગુણવત્તામાં વધારો અને સુધારણા થઈ શકે છે.

શહેરનાં 4 સ્થળે આ સિસ્ટમ કાર્યરત છે અને ઇન્જેક્શન રિચાર્જ દ્વારા દર વર્ષે કરોડ લિટર પાણી રિચાર્જ થઈ શકે છે. આ સિસ્ટમમાં વધુ એક પીછું ઉમેરવા રવિવારે ગોત્રી નંદાલય પાસે ‘ચલો રિચાર્જ કરે હમ’ યોજનાનો મંત્રી યોગેશ પટેલ આરંભ કરશે. ભાવેશ લોડાયાએ જણાવ્યું હતું કે શહેરમાં 100 સ્થળે આવી સિસ્ટમ શરૂ કરવાનું આયોજન છે.

કેવી રીતે આ સિસ્ટમ કામ કરે છે
વરસાદી પાણી જમીનમાં ઝડપથી ઉતારતી આ સિસ્ટમનું માળખું ખાસ કરીને હાઇ ફલો વોટર રિચાર્જ માટે બનાવવામાં આવ્યું છે, જેના માટે ખાસ ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી. વી વાયર સ્ક્રીનનો ઉપયોગ કરી પાણીને ઇન્જેક્શન દ્વારા જમીનમાં ઉતારાય છે.

અન્ય સમાચારો પણ છે...