તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ વધતા નિર્ણય:વડોદરાની સયાજી હોસ્પિટલમાં કોવિડની સારવાર માટે 50 ICU બેડ વધારવામાં આવશે

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડો. વિનોદ રાવે અધિકારીઓ સાથે બેઠક યોજીને કોવિડ સારવારની પરિસ્થિતિ ની સમીક્ષા કરી - Divya Bhaskar
ડો. વિનોદ રાવે અધિકારીઓ સાથે બેઠક યોજીને કોવિડ સારવારની પરિસ્થિતિ ની સમીક્ષા કરી
  • ખાસ ફરજ પરના અધિકારીએ હોમ બેઝ કોવિડ કેરને સુદ્રઢ કરવા સંજીવની અભિયાન શરૂ કરાવ્યું

કોરોનાની સતત વધી રહેલા કેસોને લઇને અગ્રિમ આયોજનના ભાગરૂપે વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં કોવિડની સારવાર માટે 50 આઇસીયુ બેડ વધારવાનો નિર્ણય કરાયો છે.

શહેરમાં સંજીવની અભિયાન શરૂ કરાયું
ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે ઘરે રહીને કોવિડની સારવાર એટલે કે હોમ બેઝ કોવિડ કેરને વધુ સુદ્રઢ કરવાના હેતુસર સંજીવની અભિયાનનો સયાજી હોસ્પિટલ ના ઓડીટોરિયમ ખાતે પ્રારંભ કરાવ્યો હતો. તેમણે તથા આરોગ્ય અધિકારીઓ એ આ અભિયાનની ઘેર રહીને સારવાર લેતા દર્દીઓની મુલાકાત સહિતની કાર્ય પદ્ધતિનું તેની સાથે સંકળાયેલા આશા વર્કર,નર્સ બહેનો, તબીબી અઘિકારીઓ અને ઝોનલ અધિકારીઓ ને માર્ગદર્શન આપ્યું હતું.

ઘરમાં જેની સારવાર શક્ય છે, તેઓ દવાખાનામાં દાખલ ન થાય
ડો. વિનોદ રાવે જણાવ્યું કે આ વ્યવસ્થા સાવચેતી નું વધુ એક કદમ છે. જેમની ઘરમાં જ સારવાર શક્ય છે, એ લોકો બિન જરૂરી દવાખાનામાં દાખલ ન થાય અને ખોટો ખર્ચ ન કરે એ પ્રકારની સ્થિતિ સર્જવામાં આ અભિયાન ઉપયોગી બનશે.

ખાસ ફરજ પરના અધિકારીએ હોમ બેઝ કોવિડ કેરને સુદ્રઢ કરવા સંજીવની અભિયાન શરૂ કરાવ્યું
ખાસ ફરજ પરના અધિકારીએ હોમ બેઝ કોવિડ કેરને સુદ્રઢ કરવા સંજીવની અભિયાન શરૂ કરાવ્યું

અધિકારીઓ સાથે બેઠક યોજીને કોવિડ સારવારની પરિસ્થિતિની સમીક્ષા કરી
તેમણે સયાજી હોસ્પિટલ ખાતે તબીબી અધિક્ષક તેમજ અન્ય અધિકારીઓ સાથે બેઠક યોજીને કોવિડ સારવારની પરિસ્થિતિ ની સમીક્ષા કરી હતી. આ અંગે તેમણે જણાવ્યું હતું કે, હાલમાં હોસ્પિટલમાં કોરોના સારવાર માટે ઉપલબ્ધ 575 બેડ પૈકી 253 બેડ પર દર્દીઓ છે. 322 બેડ ઉપલબ્ધ છે. 150 જેટલા વેન્ટિલેટર અને નોન વેન્ટિલેટર બેડ પૈકી 93 પર દર્દીઓ છે અને 57 ખાલી છે.

50 આઇસીયુ બેડ વધારવાનો નિર્ણય
અગ્રિમ આયોજનના ભાગરૂપે 50 આઇસીયુ બેડ વધારવાનો નિર્ણય લઈને તેમણે ન્યુ સર્જિકલ બ્લોકના જી1 વોર્ડ અને જૂની ઇમરજન્સી બિલ્ડિંગના અન્ય એક વોર્ડનું નિરીક્ષણ કર્યું હતું અને સુવિધાઓને આઇસીયુમાં પરિવર્તિત કરવા માટે વિચાર વિમર્શ કર્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો