તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુલાકાત રદ:50 કર્મચારી 2 કલાક રાહ જોતા રહ્યા પણ ‘પ્રભુ’ આવ્યા જ નહીં

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રોટોકોલ મુજબ 108 બોલાવાઇ હતી, બૂકે પણ પડી રહ્યો
  • કર્ણાટકના મંત્રી પ્રભુ ચૌહાણનો વેટરનરી હોસ્પિટલનો કાર્યક્રમ

શનિવારે કર્ણાટકના એક મંત્રી વડોદરાની મુલાકાત દરમિયાન એક સરકારી વેટરનરી હોસ્પિટલમાં આવવાના હતા પણ છેલ્લી ઘડીએ તેમણે મુલાકાત રદ કરતાં આ હોસ્પિટલ સહિતના 50 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓને 2 કલાક રાહ જોવી પડી હતી.

કર્ણાટકના પશુપાલન અને વકફ બોર્ડના મંત્રી પ્રભુ ચૌહાણ શનિવારે કર્ણાટકથી કેવડિયા કોલોની ડેમ નિહાળવા જવાના હતા. રસ્તામાં વડોદરાની વેટરનરી હોસ્પિટલ, સોખડામાં ગૌશાળા અને અન્ય કોઇ જગ્યાની મુલાકાતો ગોઠવી હતી. પણ સવારે 8.00 વાગ્યાનો સમય વેટરનરી હોસ્પિટલની મુલાકાતે જવાના હતા. મંત્રીશ્રીની મુલાકાત હોવાથી હોસ્પિટલના તબીબો સહિતનો સ્ટાફ સવારથી આવી ગયો હતો. પ્રોટોકોલ મુજબ 108 એમ્બ્યુલન્સને પણ તેના અધિકારી સાથે બોલાવી લેવામાં આવી હતી. ફુલોનો બુકે પણ આવી ગયો હતો. પછી ઇંતજાર શરૂ થયો.

બે કલાક સુધી રાહ જોવડાવ્યા બાદ પ્રભુ નથી આવવાના એવો સંદેશો આવતા હાજર લોકોના ચહેરા વિલાઇ ગયા હતા. એક અધિકારીએ જણાવ્યું કે ‘ હું તો રાત્રે એક વાગ્યે સૂતો હતો વહેલી સવારે સંદેશો મળતા પહોંચી ગયો હતો. પણ મંત્રી ન આવતા ધક્કો માથે પડ્યો હોય તેવું લાગ્યું.’

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો