તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાપ:રસીનો મર્યાદિત જથ્થો ફાળવાતાં 50% બુકિંગ સ્લોટ ઘટાડી દેવાયા

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • હવે જેટલી રસી મૂકાશે તેટલી જ કેન્દ્ર સરકાર ફાળવશે
  • 30 કેન્દ્રોનાં 260 બૂથમાં બુકિંગ વિના વોક ઇન વેક્સિનેશન

શહેરમાં ચાલી રહેલા વેક્સિનેશનમાં 50 ટકા સ્લોટ ઘટાડી દેવાયા છે. અગાઉ 26 હજાર સ્લોટ બુકિંગ માટે ખોલાતા હતા. જેની પાછળ કારણ અે છે કે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં રસીનો જથ્થો આપવા નવા નિયમ અમલી બનાવ્યા છે. જે મુજબ જેટલું વેક્સિનેશન થાય એટલો જથ્થો રોજ મોકલાશે. જેને પગલે કોઈ રસીકરણ કેન્દ્ર પર વધુ લોકો ભેગા થાય તો તેમને અન્ય જગ્યાએ મોકલવાની ફરજ પડી રહી છે ત્યારે આરોગ્ય વિભાગમાં પણ કચવાટ જોવા મળી રહ્યો છે.

શુક્રવારે 18 થી 44 વર્ષના 2845 લોકોએ પ્રથમ અને 1803 લોકોએ બીજો ડોઝ લીધો હતો, જ્યારે 45થી 60 વર્ષના 790 લોકોએ પ્રથમ અને 1228 લોકોએ બીજો ડોઝ લીધો હતો. શહેરમાં 130 કેન્દ્રો પર 260 બૂથમાં વોક ઇન વેક્સિનેશન અંતર્ગત રસી મૂકાઈ રહી છે. આરોગ્ય અમલદાર ડો. દેવેશ પટેલે જણાવ્યું હતું કે, રસી મુકાવનારાની સંખ્યા ઓછી હોવાથી મેનેજ થઇ જાય છે. જે સેન્ટર પર વાઇલ વધારે હોય ત્યાંથી બીજા સેન્ટર પર શિફ્ટ કરીને લોકોને રસી મૂકાય છે.

બીજી તરફ મુસ્લિમ સમાજ દ્વારા શુક્રવારે મસ્જિદમાં નમાજ બાદ રસી લેવા અંગે એલાન કરવામાં આવ્યું હતું તેમજ રવિવારે મેગા કેમ્પનું આયોજન કરી અંદાજે 200 લોકોને રસી મૂકવાનું ટાર્ગેટ રખાયું છે. જ્યારે એરપોર્ટ ખાતે પણ શનિવારે કર્મચારીઓને રસી મૂકવાનું આયોજન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...