કાર્યવાહી:2 સ્થળે IPLનો સટ્ટો રમાડતાં 5 ઝબ્બે, 1 લાખની મતા જપ્ત

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અટલાદરામાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતાં ત્રણ શખ્સો ઝડપાયા હતા. - Divya Bhaskar
અટલાદરામાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતાં ત્રણ શખ્સો ઝડપાયા હતા.
  • અટલાદરા અને મહેસાણાનગરમાં દરોડો પાડી કાર્યવાહી

શહેરના અટલાદરા અને મહેસાણા નગર વિસ્તારમાં આઈપીએલનો સટ્ટો રમાડતાં પાંચ જણાં ઝડપાઈ ગયા હતા. પોલીસે બંને દરોડામાં એક લાખથી વધુનો જથ્થો ઝડપી પાડયો હતો.ડીસીબી સૂત્રો મુજબ અટલાદરા બીએપીએસ હોસ્પિટલ સામે આવેલ ચાણક્ય આઇસ્ક્રીમ પાર્લરની પાછળ પારેખ કીરીટ, વિકાસ ગોસ્વામી અને નયન સુરેશ રાય મોબાઈલ ફોનથી ફોન કરી પૈસા લગાવી હાર-જીતનો સટ્ટો રમાડે છે તેવી બાતમીના આધારે ડીસીબીના પોઈ વી.આર.ખેરની ટીમે ત્રણેવને ઝડપી રોકડ રૂા.71,000 અને રૂ. 34000ના મોબાઈલ ફોન જપ્ત કર્યો હતો.

પોલીસે કીરીટ પારેખ (રે.કલાલી), નયન રાય ( રે. સનફાર્મા રોડ) અને વિકાસ ગોસ્વામી (રે.અટલાદરા)ની ધરપકડ કરી હતી. જયારે સટ્ટા માટે આઈડી આપનાર રાહુલ દરજી (રે.પાદરા)ને વોન્ટેડ જાહેર કર્યો છે.અન્ય બનાવમાં પીસીબીએ મહેસાણા નગરમાં ક્રિકેટનો સટ્ટો રમાડતાં બે જણાંની ધરપકડ કરી હતી. મહેસાણાનગર નાનુભાઈ ટાવર સામે આશ્રય ટાવરમાં આવેલ રાધીકા સોડા શોપ વાળા પરેશ સીતાપરા (પટેલ) અગાઉ ક્રિકેટના સટ્ટામાં પકડાયા હતા.

તેમણે તેમના ઓળખીતા ભાવેશ સીતાપરા (પટેલ)ને સટ્ટાનો આઈડી અપાવેલ છે અને આઈપીએલની મેચ પર સોડા શોપ સામે બાકડા પર બેસી મોબાઈલ ફોન પર સટ્ટો રમાડે છે. બાતમીના આધારે પીસીબી પોઇ જે.જે.પટેલ અને ટીમે દરોડો પાડી બંનેને ઝડપી રૂા.20,420નો મુદામાલ જપ્ત કર્યો હતો. જયારે આઇડી આપનાર લાલાભાઈ (રે.ચાણક્યપુરી) પકડાયો ન હતો. પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...