કાર્યવાહી:ST ડેપોમાં બ્રાન્ડેડના નામે નકલી એસેસરીઝ વેચતા 5 વેપારી ઝબ્બે

વડોદરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • એરપોર્ડ, મોબાઈલ કવર સહિત 8.31 લાખનો મુદામાલ જપ્ત

સેન્ટ્રલ એસટી ડેપોમાં આવેલી મોબાઈલની દુકાનોમાં કોપીરાઈટ હક્કોના રક્ષણ કરતી કંપનીના કર્મીએ સયાજીગંજ પોલીસને સાથે રાખી દરોડા પાડ્યો હતો. જેમાં એપલના નામે ડુપ્લિકેટ એસેસરીઝનું વેચાણ કરતા 5 વેપારીને 8.31 લાખની મતા સાથે ઝડપાયા હતા.કોપીરાઈટ હક્કોના રક્ષણનું કામ કરતી મુંબઈની કંપનીને માહિતી મળી હતી કે એસટી ડેપોમાં આવેલી અલગ-અલગ મોબાઈલ શોપમાં આઈફોનના એપલ સિમ્બોલવાળી નકલી મોબાઈલ એસેસરીઝનું વેચાણ થઈ રહ્યું છે.

જેથી કંપનીના કર્મચારીઓએ તપાસ કરતા 5 દુકાનોમાં નકલી એસેસરીઝનું વેચાણ થતું હોવાનું બહાર આવ્યું હતું. જેથી સયાજીગંજ પોલીસને સાથે રાખી શોપિંગ સેન્ટરની 5 દુકાનોમાં દરોડા પાડ્યા હતા. દરોડામાં એપલના નામે નકલી એરપોર્ડ, મોબાઈલ કવર, ચાર્જિંગ કેબલ અને પાવર બેંક સહિતની એસેસરીઝ મળી 8.31 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસે શિવ મોબાઇલ દુકાનના સંચાલક રમેશ મનસુખભાઈ બાબરિયા (કૃપા રેસિડેન્સી, આજવા ચોકડી પાસે), રાજેશ્વર મોબાઈલ એસેસરીઝના સંચાલક કરમીરામ સાવલારામ ચૌધરી (સોમનાથનગર, માંજલપુર), ન્યૂ જીકે મોબાઈલ એસેસરીઝ સંચાલક પ્રતીક જયંતીભાઈ પટેલ (કૃપા રેસીડેન્સી, આજવા ચોકડી પાસે), રંગકૃપા મોબાઇલ એસેસરીઝ દુકાન સંચાલક સુનિલ નરેન્દ્રભાઈ સિકલીગર (જય અંબેનગર, આજવા રોડ) અને ગુરુદત્ત મોબાઇલ એસેસરીઝ દુકાન સંચાલક નિલેશ ત્રિલોકકુમાર જોશી (પ્રભુપાર્ક સોસાયટી, છાણી જકાતનાકા) વિરુદ્ધ કોપીરાઇટ ભંગ બદલ ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...