તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • 5 To 6 Corona Children Come To Sayaji Hospital In Vadodara Every Day For Treatment Of Corona, 8 Bed Facility Has Been Set Up In Pediatric Department.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાળકોમાં સંક્રમણ વધ્યું:વડોદરાની સયાજી હોસ્પિટલમાં રોજ 5થી 6 બાળકો કોરોનાની સારવાર માટે આવે છે, પીડિયાટ્રિક વિભાગમાં 8 બેડની સુવિધા ઉભી કરાઇ

વડોદરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
વડોદરાની સયાજી હોસ્પિટલના પીડિયાટ્રીક વિભાગમાં કોરોના સંક્રમિત 3 બાળકોને સારવાર અપાઇ રહી છે(પ્રતિકાત્મક તસવીર) - Divya Bhaskar
વડોદરાની સયાજી હોસ્પિટલના પીડિયાટ્રીક વિભાગમાં કોરોના સંક્રમિત 3 બાળકોને સારવાર અપાઇ રહી છે(પ્રતિકાત્મક તસવીર)
  • હવે બાળકોમાં કોરોનાના લક્ષણો દેખાવાનું શરૂ થતાં તંત્ર ચિંતાતુર બન્યું
  • 15 દિવસના નવજાત જોડિયા બાળકો પણ કોરોના સંક્રમિત થયા

વડોદરા શહેરમાં હાહાકાર મચાવી રહેલા કોરોના કેસોમાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે, ત્યારે હવે બાળકોમાં પણ કોરોનાના લક્ષણો દેખાવાનું શરૂ થતાં તંત્ર ચિંતાતુર બન્યું છે. સયાજી હોસ્પિટલના પીડિયાટ્રીક વિભાગમાં છેલ્લા એક અઠવાડિયામાં પ્રતિદિન કોરોના સંક્રમિત 5થી 6 જેટલા બાળકો સારવાર માટે આવી રહ્યા છે. પીડીયાટ્રીક વિભાગ દ્વારા બાળકોના કોરોના વધી રહેલા કેસોને ધ્યાનમાં લઇને અલાયદી 8 બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે.

પીડિયાટ્રીક વિભાગમાં કોરોના સંક્રમિત 3 બાળકોને સારવાર અપાઇ રહી છે
વડોદરાની સયાજી હોસ્પિટલના પીડિયાટ્રીક વિભાગના વડા ડો. શિલાબેન ઐયરે જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં વધી રહેલા કોરોનાના કેસોને પગલે જેના માતા-પિતા અથવા પરિવારમાં કોઇ સભ્ય કોરોના સંક્રમિત છે. તેવા માતા-પિતાના બાળકો પણ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયા દરમિયાન પ્રતિદિન પાંચથી છ બાળકો કોરોનાની સારવાર માટે આવી રહ્યા છે. જોકે, તેઓની સ્થિતિને ધ્યાનમાં લઈને તેઓને હોમ ક્વોરન્ટીન કરવામાં આવી રહ્યા છે. હાલના તબક્કે હોસ્પિટલના પીડિયાટ્રીક વિભાગમાં કોરોના સંક્રમિત 3 બાળકોને સારવાર આપવામાં આવી રહી છે. જે પૈકી ત્રણ વર્ષના એક બાળકની હાલત ગંભીર છે.

નવજાત જોડિયા બાળકો કોરોના સંક્રમિત થયા
તેમણે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા એક સપ્તાહ દરમિયાન 15 દિવસના નવજાત જોડિયા બાળકો પણ કોરોના સંક્રમિત થતાં તેઓને સારવાર આપવામાં આવી રહી છે. જેઓની હાલત હાલ સુધારા ઉપર છે. કોરોના સંક્રમિત બાળકોની સંખ્યામાં થઇ રહેલા વધારાને ધ્યાનમાં લઇ હોસ્પિટલ દ્વારા અલાયદી 8 બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે. બાળકો સાથે તેમના માતા-પિતા અથવા તો કેરટેકર રહી શકે તેવી પણ સુવિધા ઉભી કરવામાં આવી છે. આવનારા દિવસોમાં વધુ બેડની જરૂરિયાત ઊભી થશે તો તે અંગે પણ તંત્ર સજ્જ હોવાનું તેઓએ દાવો કર્યો હતો.

વડોદરાની સયાજી હોસ્પિટલના પીડિયાટ્રીક વિભાગના વડા ડો. શિલાબેન ઐયર
વડોદરાની સયાજી હોસ્પિટલના પીડિયાટ્રીક વિભાગના વડા ડો. શિલાબેન ઐયર

બાળકોમાં ન્યુમોનિયા, શરદી, તાવ, ઝાડા, ઉલટી જેવા લક્ષણો જોવા મળે છે
તેઓએ જણાવ્યું હતું કે સયાજી હોસ્પિટલના પીડિયાટ્રીક વિભાગ ઉપરાંત વડોદરા શહેરમાં ખાનગી પ્રેક્ટિસ કરતા બાળકોના નિષ્ણાત ડોક્ટરોની હોસ્પિટલ અને ક્લિનીકોમા કોરોના સંક્રમિત બાળકો સારવાર માટે આવી રહ્યા છે. કોરોનાનો ભોગ બનતા મોટા લોકો માટે રેમડેસીવર જેવા ઇન્જેક્શનની સુવિધા છે, પરંતુ, નાના બાળકોને ઈન્જેકશન આપવા હાલ કોઈ ગાઇડલાઇન ન હોવાના કારણે બાળકોના વિવિધ પ્રકારના ટેસ્ટ કરીને તેઓને સારવાર આપવામાં આવી રહી છે. ખાસ કરીને કોરોના સંક્રમિત બાળકોમાં ન્યુમોનિયા, શરદી, તાવ, ઝાડા, ઉલટી જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે.

બાળકોને ભીડવાળી જગ્યામાં નહીં લઇ જવા અપીલ
ડો. શીલાબેન ઐયરે માતા-પિતાને અપીલ કરતાં જણાવ્યું હતું કે, હાલ કોરોનાના કેસોમાં થઇ રહેલા વધારાને ધ્યાનમાં લઈને માતા-પિતાએ પણ પોતાના બાળકો માટે વિશેષ કાળજી રાખવાની જરૂર છે. માતા-પિતાએ પોતાના બાળકોને ભીડવાળી જગ્યામાં લઈ જવા જોઈએ નહીં અને જરૂર જણાય ત્યાં બાળકોને પણ માસ્ક પહેરાવીને લઈ જવા. સાથે તેમણે ઉમેર્યું કે, શક્ય હોય ત્યાં સોશિયલ ડિસ્ટનનુ પાલન કરવું જોઈએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો