તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • 5 Times Increase In Daily Cases Of Corona In 15 Days In Vadodara, 5356 Beds Filled In Government And Private Hospitals, 1059 Patients In ICU

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાની વિકટ સ્થિતિ:વડોદરામાં 15 દિવસમાં કોરોનાના દૈનિક કેસોમાં 5 ગણો વધારો, સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 5356 બેડ ભરાઇ ગયા, 1059 દર્દી ICUમાં છે

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
વડોદરા મહાનગરપાલિકા આંકડાઓ પ્રમાણે છેલ્લા 15 દિવસમાં કોરોનાના 2812 કેસ નોંધાયા છે(પ્રતિકાત્મક તસવીર) - Divya Bhaskar
વડોદરા મહાનગરપાલિકા આંકડાઓ પ્રમાણે છેલ્લા 15 દિવસમાં કોરોનાના 2812 કેસ નોંધાયા છે(પ્રતિકાત્મક તસવીર)
  • વડોદરાની હોસ્પિટલોમાં ICUના માત્ર 308 બેડ જ ખાલી છે

વડોદરા શહેરમાં 17 માર્ચથી 31 માર્ચ દરમિયાન કોરોનાના કેસોમાં અધધધ...5 ગણો વધારો થયો છે. 17 માર્ચના રોજ વડોદરામાં 75 કેસ નોંધાયા હતા અને 31 માર્ચના રોજ કોરોનાના 391 કેસ નોંધાયા છે. આમ વડોદરામાં કોરોનાનો રીતસરનો રાફડો ફાટ્યો છે. વડોદરા મહાનગરપાલિકાના આંકડાઓ પ્રમણે વડોદરા શહેરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 5356 બેડ ભરાઇ ગયા છે, જ્યારે 1059 લોકો હાલ ICUમાં સારવાર લઈ રહ્યા છે.

વડોદરા શહેરમાં સ્થિતિ વિકટ બની
વડોદરા શહેરમાં કોરોનાના કેસોમાં સતત વધારો થતાં ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં બેડ હાઉસફૂલ થવા તરફ જઇ રહ્યા છે. વડોદરાની ખાનગી અને સરકારી કોવિડ હોસ્પિટલોમાં હાલ 8223 બેડની વ્યવસ્થા છે, જે પૈકી 5356 બેડ કોરોનાના દર્દીઓથી ભરાઇ ગયા છે અને 2814 બેડ ખાલી છે. જેમાં 1367 બેડ ICUની સુવિધાથી સજ્જ છે, જે પૈકી 1059 ICUના બેડ ભરાઇ ગયા છે. જ્યારે હવે માત્ર ICUના માત્ર 308 બેડ જ ખાલી છે. આમ વડોદરા શહેરમાં કોરોનાની સ્થિતિ વિકટ બની રહી છે.

કોરોનાના ટેસ્ટિંગ સામે પોઝિટિવ કેસોમાં ખુબ જ વધારો થયો
વડોદરા શહેરમાં જેમ જેમ ટેસ્ટિંગ વધી રહ્યું છે, તેમ તેમ કોરોનાના કેસોમાં ખુબ જ વધારો થઈ રહ્યો છે. હાલ વડોદરામાં રોજ 5500થી વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જે પૈકી 350થી 400 જેટલા પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યા છે. આમ કોરોનાના ટેસ્ટિંગ સામે પોઝિટિવ કેસમાં ખુબ જ વધારો થયો છે.

છેલ્લા 15 દિવસમાં 2812 કેસ નોંધાયા
વડોદરા મહાનગરપાલિકાના આંકડાઓ પ્રમાણે શહેરમાં છેલ્લા 15 દિવસમાં કોરોના વાઇરસના 2812 કેસ નોંધાયા છે અને રોજેરોજ કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. 31 માર્ચના રોજ કોરોનાના રેકોર્ડ બ્રેક 391 નોંધાયા હતા. જે કોરોનાકાળના છેલ્લા એક વર્ષના સૌથી વધુ પોઝિટવ કેસ છે.

છેલ્લા 15 દિવસમાં કોરોનાની સ્થિતિ
તારીખકોરોનાના કેસ
17 માર્ચ75
18 માર્ચ79
19 માર્ચ105
20 માર્ચ108
21 માર્ચ112
22 માર્ચ118
23 માર્ચ122
24 માર્ચ145
25 માર્ચ163
26 માર્ચ174
27 માર્ચ239
28 માર્ચ304
29 માર્ચ324
30 માર્ચ353
31 માર્ચ391

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો