હાલાકી:દીપ ચેમ્બર્સ પાછળની કાંસમાં ગંદકીથી 5 હજાર રહીશો હેરાન

વડોદરા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
શહેરના માંજલપુર વિસ્તારમાં દીપ ચેમ્બર નજીક આવેલા બગીચાની બાજુમાં કાંસ પાસે સફાઈના અભાવે ગંદકીના ઢગલા ખડકાય છે. - Divya Bhaskar
શહેરના માંજલપુર વિસ્તારમાં દીપ ચેમ્બર નજીક આવેલા બગીચાની બાજુમાં કાંસ પાસે સફાઈના અભાવે ગંદકીના ઢગલા ખડકાય છે.
  • સ્થાનિક કોર્પોરેટરોને રજૂઆત છતાં કોઇ કાર્યવાહી નહીં
  • પારાવાર ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો

માંજલપુરમાં દિપ ચેમ્બર્સ પાછળ આવેલા ગાર્ડન પાસે નજીકથી પસાર થતી ખુલ્લી વરસાંદી કાંસમાં પારવાર ગંદકીના પગેલ રહીશો ત્રસ્ત થઇ ગયા છે. સ્થાનિક રહીશો દ્વારા અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ કોર્પોરેશનના નિર્ભર તંત્ર દ્વારા કોઇ પગલા ભરવામાં આવતા નથી. છેલ્લા એક વર્ષ ઉપરાંત ના સમયથી સ્થાનિક રહીશો દ્વારા ગંદકી અને દુર્ગંધથી પરેશાન થઇ ગયા છે.

દિપ ચેમ્બર્સની પાછળના ભાગે આવેલા સત્વ હાઇટસ, વિઠ્ઠલબાગ સોસાયટી સહિતના આજુબાજુના 5 હજારથી વધારે રહીશો ગંદકીના કારણે પરેશાન છે. સ્થાનિક કોર્પોરેટરને પણ વારંવારં રજૂઆતો કરવા છતાં કોઇ નિકાલ થયો નથી. ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે અને વારંવારં રહીશો બીમારીનો ભોગ બની રહ્યા છે. કોર્પોરેશનમાં ઉચ્ચ સ્તરે રજૂઆતો છતાં પણ નિકાલ થયો નથી. એક તરફ સ્વચ્છતા સર્વેક્ષણમાં વડોદરાનો 8 મો ક્રમ આવ્યો છે ત્યારે બીજી બાજુ એક વર્ષ કરતાં પણ વધારે સમયથી ગંદકીનો નિકાલ થતો નથી. ખુલ્લી કાંસ અને પારાવાર કચરાના કારણે રહીશો ત્રસ્ત થઇ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...