એમ.એસ.યુનિવર્સિટી (MSU)ની ટેકનોલોજી ફેકલ્ટી ખાતે આગામી 6થી 8 જાન્યુઆરી દરમિયાન નોન ટેકનિકલ ઇવેન્ટ પરામર્શ 2023 યોજાશે. જેમાં પશ્ચિમ ભારતના વિવિધ રાજ્યોના 5 હજારથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે. તેમજ સ્પેશ સાયન્ટિસ્ટ કિરણ કુમાર તેમજ કિરણ બેદી સહિતના મહાનુંભાવોનો લેક્ચર યોજાશે.
ચંદ્રયાનના પ્રોજેક્ટ ડાયરેક્ટર પણ આવશે
વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી ખાતે પશ્ચિમ ભારતની સૌથી મોટી નોન-ટેકનિકલ ઇનેવેન્ટ ટેકનોલોજી ફેકલ્ટી ખાતે આગામી 6, 7 અને 8 જાન્યુઆરીના રોજ યોજાશે. આ અંગે માહિતી આપતા ઇવેન્ટના કો-એર્ડિનેટર વિદ્યાર્થી ઋષભ પરીખે જણાવ્યું હતું કે, છેલ્લા 21 વર્ષથી ટેકનોલોજી ફેકલ્ટીમાં પરામર્શ નામથી નોન ટેકનિકલ ઇવેન્ટ યોજાય છે. આ ગુજરાતની સૌથી મોટી સોફ્ટ સ્કિલ બેઝ ઇવેન્ટ છે. આ વખતે આ ઇવેન્ટમાં ચંદ્રયાન-1 અને ચંદ્રયાન-2 પ્રોગ્રામ ડાયરેક્ટ કરનાર પદ્મશ્રી ડો. એ.એસ.કિરણ કુમાર, કિરણ બેદી વિવેક અગ્નહોત્રી સહિતના મહાનુભાવોના ગેસ્ટ લેક્ચર યોજાશે. આ ઇવેન્ટમાં પશ્ચિમ ભારતના વિવિધ રાજ્યોમાંથી 5 હજારથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેવા માટે વડોદરા આવશે. સાથે જ મ્યુઝિક ઇવેન્ટ પણ થશે જેમાં રાહુલ દુઆ, રીત્વિજ, નિકિતા ગાંધી અને મોહંમદ ઇરફાન પર્ફોર્મન્સ આપશે.
કઇ કઇ ઇવેન્ટ યોજાશે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.