વિઘ્ન:વડોદરાના 5 હજાર યાત્રાળુ માત્ર ત્રણધામની યાત્રા કરી પરત ફરશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પહાડ ધસી પડતાં યમનોત્રીનો રૂટ 7 દિવસ બંધ
  • નિઝામપુરાના 25 યાત્રાળુ બદરીનાથમાં અટવાયા

કોરોના મહામારી બાદ ફરી શરૂ થયેલી ચારધામ યાત્રામાં કુદરતી આફત યાત્રીઓને હેરાન કરી રહ્યું છે. ભારે વરસાદ અને પહાડ ધસી પડવાને કારણે રસ્તો રિપેર કરવા ઉત્તરાખંડ સરકાર દ્વારા શનિવારથી સાત દિવસ માટે યમનોત્રીની યાત્રા બંધ કરવાનો નિર્ણય કર્યો હોવાનું વડોદરાના ટ્રાવેલ એજન્ટો જણાવ્યું છે. જેને પગલે વડોદરા જિલ્લાના અંદાજે પાંચ હજાર યાત્રાળુઓ યમનોત્રીની યાત્રા છોડીને માત્ર ત્રણ ધામના દર્શન કરી પરત આવવા મજબૂર બન્યા છે.

જ્યારે નિઝામપુરા વિસ્તારના 25 યાત્રાળુ બદ્રીનાથથી પરત ફરતી વેળા શુક્રવારે રાત્રે રસ્તામાં અટવાયા છે. તેઓ સવારે પરત આવવા નીકળશે. ભારે વરસાદને પગલે અનેક મુશ્કેલીઓ વેઠી રહેલા યાત્રાળુઓને કલાકો સુધી ટ્રાફિકજામ અટવાનો વખત આવ્યો છે. જ્યારે બુકિંગના દિવસો જતા રહેતા હોટલવાળા પણ તેમને રાખવા તૈયાર નથી. બારકોટથી યમનોત્રી જવાનો માર્ગ પર ખરાદી ગામ પાસે ત્રણ દિવસથી હાલત ખરાબ હોવાનું યાત્રીઓએ જણાવ્યું હતું.

હાઇવે પર હોટલમાં રોકાવું પડ્યું
અમારી બસમાં 56 લોકો છે વડોદરાથી જલારામ અને શીતલ ટ્રાવેલ્સની 2 બસ આવી હતી. જે યમનોત્રી છોડી રવાના થઇ છે. અમે રસ્તો બંધ થતાં ગંગોત્રી હાઇવે પર હોટલમાં રોકાયા છે કાલે આગળ જઈશું.> અતુલ માલી, આજવા રોડ

24 કલાક ભીના કપડે રહેવું પડ્યું
ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટ્રેનિંગ માટે કેદારનાથ ગઈ હતી,વરસાદને પગલે રસ્તામાં અટવાવાતા ભીના કપડે 24 કલાક રહેવું પડ્યું હતું. - શર્મિષ્ઠા સોલંકી, સભ્ય, શિક્ષણ સમિતિ

બસ નીકળી જ શકતી ન હતી
ભેખડો પડતાં બસ બીજી તરફ આવી શકે તેમ ન હોવાથી કારમાં બીજી તરફ લાવવા પડ્યા. રસ્તો બન્યા પછી 15 દિવસે બસ બીજી તરફ આવશે. - સુનિલ સોની, વેદાંશી ટ્રાવેલ્સ

સ્થાનિકે આગળ જવાની ના પાડી
ચાર મિત્રો કેદારનાથ થી ઉતરી આગળ દર્શન કરવા જમનોત્રી બાજુ જઈ રહ્યા હતા પરંતુ સ્થાનિક ગાડીવાળા દ્વારા અટવાઈ જશો તેવું જણાવતા અમે પરત ફરી રહ્યા છે. - કીર્તન પટેલ, સુભાનપુરા

અન્ય સમાચારો પણ છે...