એજયુકેશન:આર્ટ્સના ડીન સહિત 5 શિક્ષકને પેપર મોડાં જમા કરાવવા બદલ મેમો અપાયો

વડોદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2 જાન્યુઆરીએ ટાઇમ ટેબલ આવતાં ચોથીએ પેપર જમા કરાવી દીધાં હતાં
  • 7મીથી શરૂ થતી પરીક્ષાનું​​​​​​​ ટાઇમ ટેબલ 5 દિવસ પહેલાં જ આપવામાં આવ્યું

એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં ફરી એકવાર અધ્યાપકોને પેપર મોડા જમા કરાવવા માટે મેમો આપવામાં આવતા અધ્યાપકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ફેકલ્ટી ડીન સહિત 4 થી 5 જેટલા અધ્યાપકોને 7 જાન્યુઆરીથી લેવામાં આવી પરીક્ષાના પેપર મોડા જમા કરાવવા બદલ મેમો અપાયો હોવાની જાણકારી મળી છે. 7 મી જાન્યુઆરીથી શરૂ થતી પરીક્ષાનું ટાઇમ ટેબલ 2 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવ્યું હતું અને અધ્યાપકો દ્વારા 4 અને 5 તારીખે પેપર જમા કરાવ્યા હતા.

એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં પેપર મોડા જમા કરાવવા બદલ અધ્યાપકોને મેમો આપવામાં આવ્યો હોવાની ઘટના બીજી વખત બની છે. આ વખતે તો ફેકલ્ટી ડીનને પણ મેમો આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આર્ટસ ફેકલ્ટીમાં 7 જાન્યુઆરીથી બીએ સેમ 3 અને એમએની પરીક્ષાનું ટાઇમ ટેબલ 2 જાન્યુઆરીના રોજ જાહેર કરાયું હતું.

જેના કારણે અધ્યાપકો પાસે પેપરો જમા કરાવવા માટે 4 દિવસનો જ સમય હતો. જેમાં પણ 3 જાન્યુઆરીએ યુનિવર્સિટીમાં રજા હતી. અધ્યાપકોએ 4 અને 5 તારીખે પેપર જમા કરાવ્યા હતા. 7 જાન્યુઆરીથી માત્ર એમએની જ પરીક્ષા લેવામાં આવી હતી. બીએ સેમ 3ની પરીક્ષા પાછી ઠેલાઇ હતી. જોકે પરીક્ષાના પેપર મોડા જમા કરાવવા બદલ અધ્યાપકોને મેમો અપાયો છે જેના કારણે અધ્યાપકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

અગાઉ મેમો રદ કરી VCએ બાંહેધરી આપી હતી
અગાઉ આર્ટસના અધ્યાપકોને મેમા આપવામાં આવ્યા હતા તે સમયે ભારે વિવાદ થયો હતો અને વીસીએ બાંહેધરી આપી હતી તમામ અધ્યાપકોના મેમા રદ થશે અને કોઇને સામે પગલા લેવામાં આવશે નહિ. હવે ફરીથી અધ્યાપકોને મેમા આપવામાં આવ્યા છે. ત્યારે પુન: વિવાદ ઉભો થશે.

અન્ય સમાચારો પણ છે...