રોગચાળો:સ્વાઇન ફ્લૂના 5 દર્દી, 1303નો મલેરિયા ટેસ્ટ, 55120 ઘરોમાં આરોગ્યની તપાસ કરવામાં આવી

વડોદરા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મચ્છરના પોરા મળતાં 5 સાઇટને નોટિસ

ગુરુવારે થયેલા સર્વેમાં શહેરમાંથી સ્વાઇન ફ્લુના વધુ 5 પોઝિટિવ દર્દીઓ મળ્યા હતા. તો મેલેરિયાના લક્ષણ ધરાવતા 1303 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગે 23 કન્સ્ટ્રક્શન સાઈટનો સર્વે કરી 5 જગ્યાએ મચ્છરના પોરા મળતા તેમને નોટિસ ફટકારી હતી.

આરોગ્ય વિભાગના સર્વેમાં 264 ટિમ બનાવી 426 વિસ્તારમાં 55,120 ઘરની તપાસ કરી હતી. 14,738 ઘરમાં ફોગીગ પણ કર્યું હતું. ગુરુવારે નોંધાયેલા રોગચાળાના આંકડામાં મુજ મહુડા અને ગોરવા વિસ્તારમાંથી ડેન્ગ્યુ જ્યારે શિયાબાગ, સમા, નવી ધરતી તાદલજા, કિશનવાડી, વારસિયા, સુદામાપુરીમાંથી ચિકનગુનિયાના દર્દીઓ મળ્યા હતા. નવી ધરતીમાંથી કોલેરાનો પણ દર્દી મળી આવ્યો હતો. ગોરવામાંથી મેલેરિયાના દર્દી મળ્યો હતો. શહેરમાં એક સાથે ત્રણ પ્રકારના રોગ ચાલી રહ્યા છે પાણીજન્ય અને વાયરલ પાણીજન્ય રોગચાળામાં ગુરુવારે પાણીના 45 નમુના માં ક્લોરીન મળ્યું ન હતું.

અન્ય સમાચારો પણ છે...