સોખડા સ્વામિનારાયણ મંદિરનો વિવાદ:સેવક અનુજને માર મારવાના કેસમાં 5 સંત અને 2 સેવક તાલુકા પોલીસ સ્ટેશનમાં હાજર થયા, ધરપકડ બાદ જામીન પર મુક્ત

વડોદરા4 મહિનો પહેલા
પોલીસ સ્ટેશનમાં હાજર થયેલા સંતો અને ફરિયાદી અનુજની ફાઇલ તસવીર - Divya Bhaskar
પોલીસ સ્ટેશનમાં હાજર થયેલા સંતો અને ફરિયાદી અનુજની ફાઇલ તસવીર
  • સેવક અનુજને મંદિર સંકુલમાં ઘેરીને માર મારવાનો વીડિયો વાઇરલ થયો હતો
  • અનુજે 5 સંત અને 2 સેવક સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી

સોખડા સ્વામિનારાયણ મંદિરમાં સેવક અનુજ ચૌહાણને માર મારવાના કેસમાં પોલીસ ફરિયાદ નોંધાયા બાદ 5 સંત અને 2 સેવક પોલીસ સ્ટેશનમાં હાજર થયા છે. આસોજના પ્રણયભાઇ, સોખડાના મનહરભાઇ, પ્રભુપ્રિય સ્વામી, હરીસ્મરણ સ્વામી, ભક્તિ વલ્લભ સ્વામી, સ્વામી સ્વરૂપ સ્વામી, વિરલ સ્વામી હાજર થયા છે. પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી હતી અને જામીન પર મુક્ત કરવામાં આવ્યાં હતાં.

12 દિવસ બાદ 5 સંતો સહિત 7 સામે ગુનો નોંધાયો હતો
અનુજ ચૌહાણ તાલુકા પોલીસ સ્ટેશનમાં હાજર થયા બાદ પોતાનું નિવેદન નોંધાવ્યું હતું અને ત્યારબાદ 5 સંતો અને 2 સેવક સામે પોલીસે ગુનો નોંધ્યો હતો. પોલીસે પ્રણવભાઈ આસોજ, મનહરભાઈ સોખડા વાળા તથા પ્રભુ પ્રિય સ્વામી, હરિસ્મરણ સ્વામી, ભક્તિ વલ્લભ સ્વામી તથા સ્વામી સ્વરૂપ સ્વામી તથા વિરલ સ્વામી સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.

આજે 5 સંત અને 2 સેવક તાલુકા પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા
આજે 5 સંત અને 2 સેવક તાલુકા પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા

6 જાન્યુઆરીએ અનુજને માર માર્યો
ફરિયાદમાં ભોગ બનનાર અનુજે જણાવ્યું હતું કે, 6 જાન્યુઆરીએ સોખડા સ્વામિનારાયણ મંદિરના પરિસરમાં યોગી આશ્રમ તરફથી કેટલાક ભાઈઓ અને બહેનો જોરથી અવાજ કરતા હોવાથી તેઓ તેમના મિત્રો સાથે જોવા માટે બહાર નીકળ્યા હતા, ત્યારે પ્રણવ અને મનહરભાઇએ તમે કેમ બહાર નીકળ્યા તેમ કહીને અંદર જતા રહો તેમ કરીને ખખડાવ્યા હતા. ત્યારબાદ પ્રભુ પ્રિય સ્વામી પાસે આવીને તે કેમ મોબાઈલમાં વીડિયો ઉતાર્યો છે તેમ કહી મોબાઈલ ઝુંટવ્યો હતો અને ત્યારબાદ હરિસ્મરણ સ્વામી, ભક્તિ વલ્લભ સ્વામી અને સ્વામી સ્વરૂપ સ્વામીએ તેમની સાથે ઝપાઝપી કરી માર માર્યો હતો અને મનહર સોખડાવાળાએ પણ માર માર્યો હતો ત્યારબાદ પ્રભુ પ્રિય સ્વામીએ તેમની પાસેથી મોબાઇલ લઇ લીધો હતો અને તે જીવ બચાવીને ઓફિસમાં દોડીને જતો રહ્યો હતો. ત્યાર પછી તેમણે પોલીસને બનાવની જાણ કરી હતી.

અનુજે કહ્યું: પ્રેમ સ્વામી જુથના સંતોએ મને માર માર્યો
વડોદરા શહેર નજીક આવેલા સોખડા હરિધામ વિવાદમાં 12 દિવસ પછી સેવક અનુજ ચૌહાણ તાલુકા પોલીસ સ્ટેશનમાં પોતાનું નિવેદન નોંધાવવા પહોંચ્યો હતો. જયાં મોડી સાંજ સુધી પોલીસે તેનું ઊંડાણપુર્વક નિવેદન લીધું છે. તાલુકા પોલીસ સ્ટેશનની બહાર મીડિયા સાથે વાત કરતાં અનુજ ચૌહાણે આરોપ લગાવ્યા હતા કે, પ્રેમ સ્વામી જુથના સંતોએ મને માર માર્યો હતો અને મને ન્યાય જોઇએ છે.

સેવક અનુકને મંદિર સંકુલમાં ઘેરીને માર મારવાનો વીડિયો વાઇરલ થયો હતો
સેવક અનુકને મંદિર સંકુલમાં ઘેરીને માર મારવાનો વીડિયો વાઇરલ થયો હતો

બહાર કેટલાક લોકો મગજમારી કરતા હતાઃ અનુજ
અ્નુજ ચૌહાણે મીડિયા સમક્ષ કરેલી વાતચીતમાં આરોપ લગાવતાં જણાવ્યું હતું કે, બનાવના દિવસે તે એકાઉન્ટ વિભાગમાં સેવા કરતો હતો અને જ્યાં સંતો રહે છે ત્યાં બહાર મગજમારી થવાનો અવાજ આવતાં હું અને મારા બે મિત્રો બહાર આવ્યા હતા. શું થયું છે તે જોવા અમે સહેજ બહાર જતાં કેટલાક ભાઇ અને બહેન મગજમારી કરી રહ્યા હતા અને અમને જોઇને ભાઇઓએ અમને ધમકાવ્યા હતા કે, અંદર જતા રહો, જેથી અમે અંદર જતા હતા ત્યારે પ્રભુ પ્રિય સ્વામીએ મને વીડિયો કેમ ઉતાર્યો તેમ કહેતા તે કહ્યું કે મે કોઇ વીડિયો ઉતાર્યો ન હતો.’

‘મને 4 સંતો સહિત 4 લોકોએ માર માર્યો’
વધુમાં જણાવતા તે કહે છે કે, ‘તેમણે મારો મોબાઇલ માંગ્યો હતો મે મોબાઇલ આપતાં તેમણે જોયું હતું કે કોઇ વીડિયો ન હતો છતાં તેમણે મારો મોબાઇલ ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો હતો અને મને 4 સંતો પ્રભુ પ્રિય સ્વામી, ભક્તિ વલ્લભ સ્વામી, હરી સ્મરણ સ્વામી અને સ્વરુપ સ્વામીએ મને માર માર્યો હતો. જ્યારે વિરલ સહિત 4 જણાએ મને માર માર્યો હતો અને મનહર સોખડાવાળા પણ તેમાં જોડાયા હતા અને તમામે મને મારતા મારતા ધમકી આપી હતી. તેણે આરોપ લગાવતાં કહ્યું હતું કે તેમને મિસગાઇડ થયું હતું કે હું મોબાઇલમાં વીડિયો ઉતારું છું અને ધમકી આપતા આપતાં મને માર માર્યો હતો.’

અનુજે 5 સંત અને 2 સેવક સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી
અનુજે 5 સંત અને 2 સેવક સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી

અરજી ખેંચવા દબાણ કરાતું હતું: અનુજ
તેણે આક્ષેપ કર્યો હતો કે મંદિરમાં પાંચ મહિનાથી બે જુથ વચ્ચે વિવાદ ચાલે છે. પ્રેમ સ્વામી જુથ અને પ્રબોધ સ્વામી જુથ અને એમને ખબર છે કે, હું પ્રબોધ સ્વામી જુથ સાથે સંડોવાયેલો છું અને પ્રેમ સ્વરુપ સ્વામી જુથના સંતોએ મને માર માર્યો છે. હું પીડિત છું અને મને ન્યાય મળવો જોઇએ. મારા પર અરજી પાછી ખેંચવા દબાણ કરાતું હતું અને હું હવે કાયદાકીય રીતે કાર્યવાહી કરીને આગળ વધીશ.

કાયદાથી જવાબ આપીશ, મારે સમાધાન કરવું નથી
અનુજ ચૌહાણે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, હવે હું સુરક્ષીત મહેસુસ કરું છું અને હું કાયદાકીય રીતે જવાબ આપવા માંગુ છું મારે કોઇ સમાધાન કરવું નથી અને તેથી જ હું અજ્ઞાતવાસમાં જતો રહ્યો હતો. અનુજે જણાવ્યું હતું કે, તેના ઘર પાસે વૈભવી ગાડીઓ આવતી હતી. જો સંતોને મારી નાખવાની ધમકી મળતી હોય તો મારા જેવા નાના સેવકનું શું તેવો સવાલ તેણે કર્યો હતો. હું પ્રબોધસ્વામીના જુથમાં છું. સામેના જુથથી મને જોખમ છે. અત્યારે મને જોખમ નથી. જરૂર પડ્યે રક્ષણ માંગીશ. પોલીસ યોગ્ય કાર્યવાહી કરશે. હું સમાધાન કરવાનો નથી. હરિપ્રસાદ સ્વામીના ધામમાં ગયા બાદ આ વિવાદ વકર્યો છે.

અન્ય સમાચારો પણ છે...