કોરોના વડોદરા LIVE:શહેરમાં કોરોનાના નવા 5 કેસ, એક્ટિવ કેસનો આંક વધીને 56 થયો, વધુ 2 દર્દી રિકવર થયા

25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • શહેરમાં આજે નવા કેસો ફતેગંજ, સમા અને માંજલપુર વિસ્તારમાં નોંધાયા છે

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક 72,177 ઉપર પહોંચી ગયો છે. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623 ઉપર સ્થિર રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 71,498 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરાના વિવિધ વિસ્તારોમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 5 નવા કેસ નોંધાયા હતા.

15 દિવસથી કોરોનાના નવા કેસોની સંખ્યા વધી રહી છે
વડોદરા શહેર-જિલ્લામાં ગત રોજ કુલ 2007 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. એક્ટિવ દર્દીઓની સંખ્યા 56 પર પહોંચી ગઇ છે. આ પૈકી 2 દર્દીને ઓક્સિજન અને એક દર્દી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે. હાલમાં 45 દર્દીઓ ક્વોરન્ટીન છે. આજે 2 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.

બીજો ડોઝ લેનારની ટકાવારી 78.50 ટકાએ પહોંચી
આરોગ્ય વિભાગ મુજબ છેલ્લા એક ટકામાં આવતા લોકોને શોધવા મુશ્કેલ હોય છે, જેને પગલે રસીકરણમાં સંખ્યા ઓછી થઈ રહી છે. જ્યારે બીજી બાજુ બીજો ડોઝ લેનારની ટકાવારી 78.50 ટકાએ પહોંચી છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,775 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 72,177 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9684 પશ્ચિમ ઝોનમાં 12,019, ઉત્તર ઝોનમાં 11,813, દક્ષિણ ઝોનમાં 11,832, વડોદરા ગ્રામ્યમાં 26,775 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...