તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુકાનો સીલ:સેવનસીઝ સહિત વધુ 5 મોલ અને 76 દુકાનો સીલ, 100થી વધુ લારીઓ બંધ કરાવી દેવાઇ

વડોદરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રતાપનગરનું મચ્છી માર્કેટ અને પાણીગેટનું શાકમાર્કેટ ભીડ થતાં બંધ કરાવાયું

કોરોનાની મહામારીનો વધુ ફેલાવો ન થાય તે માટે 3 દિવસ માટે બજારો બંધ કરાવવા પાલિકા નીકળી હતી, જેના અંતર્ગત રવિવારે વધુ 5 મોલ અને 76 દુકાનોને સીલ કરી કરાઈ હતી, જ્યારે 100થી વધુ લારીઓ પણ બંધ કરાવી હતી. 3 દિવસની રજામાં ભારે ભીડ ઊમટી પડે તેવી શક્યતા જોવામાં આવી હતી. જેના કારણે શનિવારે પાલિકાએ લાલ આંખ કરી મોલ તેમજ દુકાનોને સીલ મારવાનું શરૂ કર્યું હતું.

મંગળ બજાર, નવા બજાર, શાકમાર્કેટ જેવાં મોટાં બજારો બંધ કરાવાયાં હતાં, તેની સાથોસાથ મોલને પણ તબક્કાવાર રીતે સીલ મારવાનું શરૂ કર્યું હતું. કોવિડ ગાઈડ લાઈનના ભંગ બદલ પાલિકાએ રવિવારે એશિયા મોલ બ્રાન્ડ ફેક્ટરી સેવન સીઝ, ડી માર્ટ નવાયાર્ડ, સમા રોડના બંસલ મોલને સીલ કર્યા હતા. જ્યારે પાલિકાએ કડકાઈ જોઇને રિલાયન્સ મોલ, ડી માર્ટ વાસણા રોડ, અકોટા, વાઘોડિયા રોડ, મકરપુરા અને માંજલપુરે સ્વૈચ્છિક બંધ કર્યું હતું. પ્રતાપ નગર બ્રિજ નીચેના મચ્છી માર્કેટમાં ભીડ થથતાં તાત્કાલિક બંધ કરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...