તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:સતત ત્રીજા દિવસે વધુ 5 હોસ્પિટલોને સીલ કરાઇ

વડોદરા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • NOC વિનાની 19 હોસ્પિટલ સામે પગલાં
  • મિક્સ ઓક્યુપન્સી હોય તો હાલ પૂરતી રાહત

શહેરની હોસ્પિટલોને ફાયર એનઓસી મેળવી લેવા માટે 1 વર્ષથી નોટિસ ફટકારી રહેલા ફાયરબ્રિગેડ દ્વારા છેલ્લા 3 દિવસથી આકરાં પગલાં ભરી સીલ મારવાનું શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત શનિવારે વધુ 5 હોસ્પિટલોને સીલ મારવામાં આવ્યું હતું. આ સાથે 3 દિવસમાં કુલ 19 હોસ્પિટલોને સીલ મરાયાં છે.

મ્યુ. કમિશનર દ્વારા ફાયર એનઓસી વગરની 127 હોસ્પિટલોને નવા દર્દીઓ ન લેવાના આદેશ જારી કરાયા હતા. ત્યારબાદ ફાયરબ્રિગેડ દ્વારા પ્રાથમિક તબક્કે કેટલીક હોસ્પિટલને સીલ મારવાની શરૂઆત કરાઈ છે. જોકે મિક્સ ઓક્યુપન્સીવાળી હોસ્પિટલોને હાલ સીલ મારવામાં આવી રહ્યું નથી. જે અંગે ફાયર ઓફિસર અમિત ચૌધરીએ જણાવ્યા મુજબ આખા કોમ્પ્લેક્સનું ફાયર એનઓસી લેવાની જવાબદારી બિલ્ડરની છે. એક કોમ્પ્લેક્સમાં આવેલી હોસ્પિટલ દ્વારા ફાયર સેફ્ટીનાં સાધનો, ટ્રેનિંગ અને સુવિધાઓ ઊભી કરવા છતાં તેમને એનઓસી અપાતી નથી. મિક્સ ઓક્યુપન્સી અંગે સરકાર પાસે માર્ગદર્શન માગ્યું છે.

કઈ હોસ્પિટલો સીલ
કષ્ટભંજન હોસ્પિટલ, ગોયાગેટ
સંનિધિ હોસ્પિટલ, વાઘોડિયા રોડ
સિદ્ધાર્થ હોસ્પિટલ, વાઘોડિયા રોડ
રાણેશ્વર મલ્ટીસ્પેશિયાલિટી, વાસણા
શ્રી વલ્લભ નર્સિંગ હોમ, વાઘોડિયા

અન્ય સમાચારો પણ છે...