રિંગની શંકા:5 ઇજારદારે 7 આવાસ યોજના માટે 16થી 32 % વધુ ભાવ ભર્યા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાયલી, બિલ, સેવાસી માટે દરખાસ્ત રજૂ
  • 1255 ફ્લેટ- 84 દુકાન બનાવવાના કામમાં ભાગબટાઇનો ખેલ

શહેરના બિલ, ભાયલી અને સેવાસીમાં રૂ. 121.51 કરોડના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઇકોનોમિક વિકર સેક્શનના 1255 ફ્લેટ અને 84 દુકાન બનાવવામાં આવશે. જોકે કોન્ટ્રાક્ટરોએ 16 ટકાથી 32 ટકા વધુ ભાવ ભરી અંદાજીત કરતા રૂ. 22.30 કરોડ વધુ માંગ્યા છે. જેને પગલે રિંગ બનાવ્યાની શંકા સેવાઇ રહી છે. આ અંગેની દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ થઈ છે.

આ ટેન્ડર પ્રક્રિયામાં 7 ઈજારદારોએ કામગીરી કરવા 16 ટકાથી 32 ટકા સુધીના વધુ ભાવ ભરતા રિંગ બનાવ્યાની શંકા સેવાઇ રહી છે. આ અંગેની દરખાસ્ત સ્થાયી સમિતિમાં મંજૂરી માટે મોકલવામાં આવી છે.

ક્યાં ક્યાં સ્કીમ મૂકાઈ (રૂપિયા કરોડમાં)
પ્લોટઅવાસો+દુકાનોઅંદાજીતઇજા.ભાવવધુ
TP 4 (ભાયલી)134 +6~10.59~13.0222.96%
TP 1 (બિલ)136+12~10.75~12.7118.25%
TP 1 (બિલ)424 +36~33.51~38.9916.13%
TP 4 (ભાયલી)102+6~8.06~9.3616.13%
TP 1 (ભાયલી)130~10.27~13.5932.25%
TP 1 (ભાયલી)219 +24~17.31~22.3329.03%
TP 4 (ભાયલી)110 +12~8.09~11.4832.07%
અન્ય સમાચારો પણ છે...