જામીન અરજી નામંજૂર:વડોદરામાં આપઘાતના પ્રયાસના કેસમાં 5 વ્યાજખોરોને આગોતરા ન મળ્યા

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વ્યાજખોરો ઉદ્યોગપતિને દીકરાની હત્યાની ધમકી આપતા હતા

વ્યાજખોર પિતા-પુત્રે રિવોલ્વોરની અણીએ કરાતી ઉઘરાણીથી ત્રાસી વેપારીએ વંદા મારવાની દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં સંડોવાયેલા 5 આરોપીએ આગોતરા જામીન અરજી મૂકતા ન્યાયાધીશે તમામ આગોતરા જામીન અરજી નામંજૂર કરી હતી.

ગોત્રીના ગિરીશ મોહંતીએ જૂન 2016માં કોઠી સ્થિત લક્ષ્મીનારાયણ કોમ્પ્લેક્ષમાં ઓફિસ ધરાવતા ઓમ એન્ટરપ્રાઈઝના પ્રણવ ત્રિવેદી પાસેથી 1.5 ટકાએ 32.49 લાખ લીધા હતા. જેમાં વેપારીએ વ્યાજના 2.40 લાખ અને મુદ્દલ મળીને 34.89 લાખ ચૂકવવાના થતા હતાં છતાં ફરિયાદી પાસેથી ધમકી આપીને 68.13 લાખ કઢાવી લીધા હતા અને ‘તમને છોકરો વહાલો છે કે જમીન વહાલી છે? તેવી ધમકી આપી 65 લાખ આપવા દબાણ કરાતું હતું.

વ્યાજખોરોના ત્રાસથી ફરિયાદીએ વંદા મારવાની દવા પી લીધી હતી. આ અંગે પોલીસે ગુનો દાખલ કરતાં પ્રણવ ત્રીવેદી, ગૌરાંગ મિસ્ત્રી, રાહુલ શાહ, ભરત વ્યાસ અને રાકેશ ત્રિવેદીએ આગોતરા જામીન અરજી મૂકતાં કેસમાં ફરિયાદી તરફે એડવોકેટ નેહલ દવે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...