ખર્ચનો વિવાદ:બાળ મેળામાં CCTV, બાઉન્સર, વીડિયોગ્રાફી માટે 5 લાખનો ખર્ચ,  શિક્ષણ સમિતિના સભ્યોમાં જ નારાજગી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગોટાળા થતાં ખર્ચ વધ્યો હોવાનો પણ કેટલાક સભ્યોનો મત

શિક્ષણ સમિતિ આયોજીત બાળ મેળામાં સીસીટીવી, બાઉન્સરો, વrડિયોગ્રાફી પાછળ 5 લાખ કરતાં વધુ બિલ ચૂકવાતાં વિવાદ થયો છે. સમિતિના સભ્યોએ ખોટી રીતે ખર્ચો કર્યો હોવાનો સૂર વ્યક્ત કર્યો છે.11 માર્ચે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કમાટીબાગ ખાતે ત્રી-દિવસીય બાળમેળાે યોજ્યો હતો. જેમાં સીસીટીવીનું 2.95 લાખ ભાડું ચૂકવાયું હતું, જ્યારે બાઉન્સર અને સિક્યોરિટી પાછળ 1.47 લાખ તથા ફોટોગ્રાફી-વીડિયોગ્રાફી પાછળ 1.66 લાખ જેટલો માતબર ખર્ચો કરાયો છે. 5 લાખ કરતાં વધુનું આંધણ કરાતાં વિવાદ થયો છે. સમિતિના સભ્યોમાં જ આ મુદે નારાજગી જોવા મળી રહી છે.

સભ્યોએ બેઠકમાં આ મુદ્દે ચર્ચા થઇ હતી. 5 લાખથી વધુ રકમનો ખર્ચો કરવા પાછળ ગોટાળા હોવાનું અમુક સભ્યો માની રહ્યા છે. સમિતિના પૂર્વ સભ્ય નરેન્દ્ર જયસ્વાલે જણાવ્યું કે, અમે સમિતિમાં હતા અને બાળમેળા કર્યા હતા ત્યારે આવો કોઇ ખર્ચ થયો નહતો. ખર્ચની તપાસ થવી જોઇએ. આવા ખર્ચા કરવા કરતાં બાળકોના વિકાસ માટે રૂપિયા ખર્ચવા જોઇએ.આ અંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન હિતેશ પટણી કહ્યું હતું કે, ગત વર્ષ કરતાં ઓછો ખર્ચો થયો છે. જે ખર્ચ કરાયો છે તે યોગ્ય છે. કોઇ ગરબડ નથી. હાઇટેક સીસીટીવી કેમેરા સેન્ટ્રલ મોનિટરિંગ સિસ્ટમ લગાડી હતી, જેથી વધુ ખર્ચ થયો છે.

અન્ય સમાચારો પણ છે...