કાર્યવાહી:ટીસી પાસેથી 5 લાખની વસૂલાત સ્થગિત કરાઇ, સામાન્ય ચાર્જ વસૂલવામાં આવતાં નોટિસ અપાઇ હતી

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 154 TCને નોટિસ અપાતાં ભારે વિવાદ થયો હતો

રેલવે દ્વારા કોરોના દરમિયાન કોવિડ સ્પેશિયલ ટ્રેનો દોડાવાઈ હતી, જેમાં સ્પેશિયલ ભાડું લેવાયું હતું. બીજી તરફ રેલવે તંત્રે ટ્રેનોમાં પેનલ્ટી કે ચાર્જ સ્પેશિયલને બદલે કેમ નોર્મલ લેવાયો, તેમ કહી વડોદરા રેલવે ડિવિઝનના 154 ટિકિટ ચેકરોને નોટિસ ફટકારી તી. ઉપરાંત બધા ટીસીને રિકવરી પેટે 5 લાખ જમા કરાવવા પણ જણાવાયું હતું. જોકે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયનની રજૂઆતના પગલે રિકવરીની કાર્યવાહી હંગામી ધોરણે સ્થગિત કરાઈ છે. હવે આ નિર્ણય હેડ ક્વાર્ટર પર છોડવામાં આવ્યો છે. આ અંગેનો અહેવાલ એક માત્ર દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયો હતો.

રેલવે દ્વારા કોરોના દરમિયાન કોવિડ સ્પેશિયલ ટ્રેનો દોડાવાઈ હતી. કોરોનાના કારણે મુસાફરો જરૂરી હોય તો જ યાત્રા કરે તેની અગમચેતી માટે આ ટ્રેનોમાં રેગ્યુલર ભાડાં કરતાં વધુ ભાડું એટલે કે સ્પેશિયલ ભાડું વસૂલાયું હતું. સ્પેશિયલ ટ્રેનોમાં કોવિડના નીતિ નિયમોનું કડકપણ પાલન કરવા આગ્રહ રખાયો હતો. આ ટ્રેનોમાં વડોદરા ડિવિઝનના ટિકિટ ચેકરો દ્વારા ચેકિંગ પણ કરાયું હતું.

દરમિયાન અજમેર ખાતેની રેલવે ઓડિટ ઓફિસ દ્વારા વડોદરા ડિવિઝનના 154 ટીસીઓને નોટિસ અપાઈ હતી. વડોદરાના ટીસી દ્વારા કોવિડ સ્પેશિયલ ટ્રેનોમાં સ્પેશિયલ ચાર્જ કે પેનલ્ટી નહોતા લેવાયા તેવો આરોપ મૂકીને 5 લાખની વસૂલાત કરવા પણ નોટિસમાં જણાવાયું હતું.નોટીસ આપવામાં આવતાં આ બાબતે કર્મચારીઓમાં ભારે ચકચાર મચી જવા પાી હતી. આ સંબંધમાં વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયનના ડિવિઝનલ સેક્રેટરી સંજય પવારે રજૂઆત કરી હતી.જોકે જ્યાં સુધી હેડ ક્વાર્ટરથી સ્પષ્ટતા ન થાય ત્યાં સુધી ટીસીઓ સામે રિકવરીની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે, એમ રેલવેના ટોચના અધિકારીએ પત્રમાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...