કાર્યવાહી:3 સ્થળોએથી 5 લાખનો દારૂ કબજે

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

3 સ્થળેથી પોલીસે રૂા. 5 લાખનો દારૂ કબજે કર્યો હતો. જીઆઇડીસીમાં ગાયત્રી દાળમિલ માં વિપુલ સતીશ પટેલે પ્લાસ્ટિકના થેલામાં દારૂનો જથ્થો લાવીને છુપાવ્યો હોવાની બાતમી આધારે દરોડો પાડતા રૂા. 36 હજારની દારૂની બોટલ અને 234 બિયરના ટીન મળી આવ્યા હતા.છાણી પોલીસે દશરથ ગામથી જીએસએફસી બ્રિજ તરફ જતા માર્ગ પર આવેલા કારના શો રૂમ પાછળના ગોડાઉનમાંથી વિદેશી દારૂની રૂા. 2 લાખની 408 નંગ બોટલ મળી આવી હતી. આ ગોડાઉન ભાડે રાખનાર રાજસ્થાનના જાલોરના પ્રશાંતકુમારને વોન્ટેડ જાહેર કર્યો છે. રાજસ્થાનથી આણંદ તરફ બોલેરોમાં દારૂનો જથ્થો લઇને જઇ રહેલા ઘેવરચંદ ભગીરથ રામ બિશ્નોઈને પોલીસે આજોડ પાસેથી ઝડપી લીધો હતો. 2.59 લાખનો દારૂ રાજસ્થાન ના પ્રશાંત ઉર્ફે અનિલ સુરેશચંદ્ર કુમાર અને મનીષ પુરોહિતે ભરી આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...