તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લવજેહાદ:વડોદરા શહેરમાં 6 મહિનામાં જ લવજેહાદના 5 બનાવ

વડોદરા3 મહિનો પહેલાલેખક: વિપુલ પંડ્યા
  • કૉપી લિંક
  • તા.15 જૂનથી રાજ્યમાં લવ જેહાદનો કાયદો અમલમાં આવશે
  • કડક અમલ કરાવવા હિંદુ સંગઠનોની માગ
  • પાંચ પૈકી બે સગીરાને પરિવારને સોંપાઈ, બે યુવતીએ ફરિયાદ કરી, એક નિકાહ કરી વિધર્મી સાથે જતી રહી

રાજ્ય સરકારે લગ્ન કરીને બ્રેઇન વોશ કર્યા બાદ ધર્માંતરણ કરવાની પ્રવૃત્તિ રોકવા રાજ્યમાં લવ જેહાદનો કાયદો તાજેતરમાં બનાવ્યો છે અને 15 જૂનથી તેનું અમલીકરણ થશે. જોકે વડોદરામાં 6 મહિનામાં લવ જેહાદના 5 ચર્ચાસ્પદ બનાવો બહાર આવ્યા છે. લવ જેહાદના કાયદાનું કડક અમલીકરણ કરાય તેવી માગ હિન્દુ સંગઠનો કરી રહ્યાં છે. વીતેલા 6 મહિનામાં શહેરમાં ઉપરાછાપરી લવ જેહાદના 5 બનાવો બનતાં શહેરમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો અને લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. પોલીસે આ તમામ બનાવમાં કાર્યવાહી કરી છે.

કેસ-1: 16 ડિસેમ્બર, નાગરવાડા: મુંબઈ જઇ ધર્મ પરિવર્તન કરાવી નિકાહ કરી લીધા
16 ડિસેમ્બરે નાગરવાડાની 23 વર્ષીય હિન્દુ યુવતીને આ જ વિસ્તારમાં રહેતા વિધર્મી યુવકે મુંબઇ ગયા બાદ ધર્મ પરિવર્તન કરાવી બાન્દ્રા ખાતે નિકાહ કરી લીધા હતા. ત્યારબાદ 15 ડિસેમ્બરે યુવક અને યુવતી મુંબઇથી વડોદરા આવ્યાં હતાં. જ્યાં બન્નેનું પોલીસે કાઉન્સેલીંગ કરી યુવતિને તેના ઘરે પરત મોકલી હતી.
હાલ શું ?: હાલ યુવતીને વિધર્મિ યુવક ફરી લઇ ભાગી ગયો અને તે તેની સાથે જ રહે છે.

કેસ-2 : 9 જાન્યુ., કારેલીબાગ: વિધર્મી યુવકની યુવતીને મારી નાખવાની ધમકી
કારેલીબાગની યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, ફેઝલ નામનો શખ્સ તેનો પીછો કરી પ્રેમજાળમાં ફસાવવા માટે સતત દબાણ કરે છે. 9મી જાન્યુઆરીએ યુવતી ઘી કાંટા રોડ પરથી જઇ રહી હતી તે સમયે ફેઝલે યુવતીને રોકી બાથમાં ભરી તું જો મારી સાથે સંબંધ નહીં રાખે તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.

હાલ શું ?: યુવતીએ પોલીસ ફરિયાદ કરી હતી, તે હાલ પરિવાર સાથે જ છે.

કેસ-3 : ફેબ્રુઆરી, નિઝામપુરા: પ્રેમલગ્ન બાદ ધર્માંતરણ માટે મારઝૂડ કરતો હતો
નિઝામપુરામાં રહેતી યુવતીએ ફતેગંજ પોલીસ મથકે ફરિયાદ કરી હતી કે, તેણે તોસીફ રાણા સાથે માતા-પિતાની મરજી વિરુદ્ધ વર્ષ 2018માં લગ્ન કર્યા હતા અને લગ્ન બાદ તોસીફે અસલી રંગ બતાવ્યો હતો. તોસિફે અવાર-નવાર મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા દબાણ કરી મારઝૂડ કરી માનસિક-શારીરિક ત્રાસ ગુજારતો હતો.

હાલ શું ?: યુવતીએ પોલીસ ફરિયાદ કર્યા બાદ હાલ તેના પિતાના ઘરે જ છે.

કેસ-4 : 2-જૂન, છાણી: યુવકે નામ બદલી યુવતીને ફસાવી, દુષ્કર્મ આચર્યું
છાણીમાં રહેતી 10મા ધોરણનો અભ્યાસ કરી ચૂકેલી 15 વર્ષીય સગીરાને રણોલીમાં રહેતા મૂળ બિહાર દરભંગાના અને મિકેનિકનો વ્યવસાય કરતાં અમાનત તુલ્લાહ ઉર્ફે રાજા મનસુરઆલમે પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ કર્યું હતું. અમાનત તુલ્લાહે રાજા તરીકે ઓળખાણ આપી યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી.

હાલ શું ?: ભોગ બનનાર સગીરા હોવાથી પોલીસે તેના પરિવારને સોંપી હતી.

કેસ-5 : 11 જૂન, કારેલીબાગ: યુવકે લગ્નની લાલચ આપી અનેકવાર દુષ્કર્મ કર્યુ
શ્રમજીવી પરિવારની સગીરાને મજૂરી કામ કરતો મયુદ્દીન ઉર્ફે મયુર પઠાણ ભગાડી ગયો હતો. પોલીસે પાવાગઢ નજીકથી બંનેને ઝડપી લીધાં હતાં. મયુદ્દીન ઉર્ફે મયુરે સગીરા પર અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે મયુદ્દીન ઉર્ફે મયુર મહેમુદખાન પઠાણ સામે અપહરણ અને દુષ્કર્મ સહિતના ગુના નોંધ્યા હતા.

હાલ શું ? ભોગ બનનાર સગીરા હોવાથી પોલીસે તેના પરિવારને સોંપી હતી.

લવ જેહાદનો કાયદો અસ્તિત્વમાં આવી રહ્યો છે ત્યારે તેનું કડક અમલીકરણ થવું જોઇએ
​​​​​​​હિન્દુ જાગરણ મંચ, ગુજરાતના અગ્રણી નીરજ જૈને જણાવ્યું કે, ગુજરાતનાં લવ જેહાદનો કાયદો બન્યો છે અને 15 જૂનથી તેનું અણલીકરણ કરવાનું છે. અત્યાર સુધી બનેલા બનાવોમાં પોલીસ યોગ્ય રીતે કાર્યવાહી કરતી ન હોવાનું ધ્યાનમાં આવ્યું છે. પોલીસનું વર્તન યોગ્ય નથી, જે પદ્ધતિથી કામ થવું જોઇએ તે રીતે કામ થયું નથી, તેવું અમને લાગે છે. આ પ્રકારના બનાવોમાં પોલીસને કેવી રીતે કામ કરવું તે ખબર પડતી નથી.

અન્ય સમાચારો પણ છે...