તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ફેબ્રુઆરીમાં યોજાનારી સિન્ડિકેટની ચૂંટણી પહેલા ૩૦ ડિસેમ્બરના રોજ મળેલી સિન્ડિકેટની બેઠક કોઈપણ વાદ વિવાદ વગર સમાપ્ત થઈ હતી. સિન્ડીકેટના એજન્ડામાં 28 આઈટમ નો સમાવેશ કરાયો હતો તમામ આઈટમ ને મંજૂરી અપાઈ હતી. ત્રણ વાગ્યે શરૂ થયેલી સિન્ડિકેટની બેઠક 5 કલાક જેટલો સમય ચાલી હતી.
બેઠકમાં 12 વિભાગના એચઓડીની નિમણૂકને બહાલી અપાઇ
સિન્ડિકેટની બેઠકમાં ફાઇન આર્ટ્સના ડીન તરીકે એન.જી.બગોડી અને સોશિયલ વર્ક ફેકલ્ટીના ડીન પ્રોફેસર ભાવના મહેતા ની નિમણૂક કરાઈ હતી. 12 વિભાગના એચઓડી ની નિમણૂકને પણ બહાલી અપાઇ હતી. એમ.એસ.યુનિવર્સિટીની સિન્ડિકેટની ચૂંટણી ફેબ્રુઆરી યોજાવાની છે. તે અગાઉ બુધવારે મળેલી સિન્ડિકેટમાં વિવિધ નિમણૂકો ને બહાલી અપાઈ હતી.
બેઠકમાં ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટસના ડીન પદે એન.જી.બગોડી ને રીપીટ કરાયા હતા. સોશિયલ ફેકલ્ટીના ડીન પદ પર જગદીશ સોલંકી ટર્મ પૂરી થતા પ્રોફેસર ભાવના મહેતાની નિમણૂક કરાઇ હતી. આ ઉપરાંત યુનિવર્સિટીના 12 વિભાગના વડાની પણ નિમણૂક કરાઈ હતી. જેમાં ટેક્સટાઇલ એન્જિનિયરિંગ ના હેડ ડો. સત્યજીત ચૌધરી, સાયન્સ ફેકલ્ટીમાં ફિઝિક્સ ડિપાર્ટમેન્ટ હેડ તરીકે પ્રો. સુરજીત મુખર્જી , મેથેમેટિક્સ ડિપાર્ટમેન્ટ હેડ તરીકે પ્રો.આર. જી.વ્યાસ, જીયોલોજી ડિપાર્ટમેન્ટના હેડ તરીકે પ્રો.એ.વી.જોશી, પરફોર્મિંગ આર્ટ્સમાં ઈન્ડિયન ક્લાસિકલ મ્યુઝિકલ ડિપાર્ટમેન્ટના હેડ તરીકે ડો. રાજેશ કેલકર, મેડિસિન ફેકલ્ટીના પ્રિવેન્ટિવ અને સોશિયલ મેડિસિન ના હેડ તરીકે ડો. મહુવા મોઇત્રા,મેડિસિન ફેકલ્ટીમાં જ અને સ્થેસીથોલોજી ના હેડ તરીકે ડો. સ્વાતિ ભટ્ટ તથા સર્જરી વિભાગના હેડ તરીકે ડો. દિલીપ ચોક્સી નિમણૂક કરાશે. આર્ટ્સ ફેકલ્ટીના પોલિટિકલ સાયન્સના હેડ તરીકે પ્રો. અમિત ધોળકિયા ની પસંદગી કરાઇ છે. યુનિના. હેલ્થ સેન્ટર માટે મેડિકલ ઓફિસરની એક પોસ્ટ માટે કરાયેલા સિલેક્શન ને પણ મંજૂરી અપાઈ હતી. આ કોમ્પ્યુટર પ્રોગ્રામરની એક પોસ્ટ ને પણ બહાલી અપાઈ હતી.બેઠક પહેલા કોમર્સ ફેકલ્ટીના એફઆર પંકજ જયસ્વાલ સિન્ડિકેટ સભ્યો ને આવેદનપત્ર આપીને વિવિધ રજૂઆત કરી હતી જેમાં જણાવ્યું હતું કે એફ.વાય.બી.કોમમાં સ્ટેટેસ્ટિક વિષયના શિક્ષકની નિમણૂક કરાઇ હતી. આગામી સમયમાં પરીક્ષા શરૂ થાય તે પહેલા શિક્ષકની નિમણૂક કરવાની માગણી કરાઇ હતી.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.