લેન્ડ ગ્રેબિંગ:ભૂમાફિયાઓએ સાવલીની 5 હેક્ટર જમીનને પચાવી પાડી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા કલેક્ટરે આદેશ આપતાં લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો
  • ગુલાબપુરાની કરોડોની સરકારી જમીન ખુલ્લી

સાવલી તાલુકાના ગુલાબપુરામાં કરોડોની સરકારી જમીન પર કબજો કરનારા ભુમાફિયા સામે કલેક્ટર અતુલ ગોરના આદેશ બાદ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. ભુમાફિયાઓએ પાંચ હેક્ટર જમીન ઉપર કબજો કર્યો હતો. દબાણ કરનારા એક સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધી કરોડોની સરકારી જમીન ખુલ્લી કરાઇ છે. જિલ્લા કલેકટર અતુલ ગોરે જણાવ્યું હતું કે, સાવલી તાલુકાના ગુલાબપૂરા ગામના સર્વે નંબર 28 અને 30ની સરકારી ખરાબાની જમીન ઉપર કોઇ વ્યક્તિએ ખેડીને દબાણ કર્યું હતું.

જે 5 હેક્ટર એટલે કે, અંદાજે 50 હજાર ચોરસ મિટર હતું. પ્રાંત અધિકારીની કચેરીએ આ જમીન ઉપર થયેલા દબાણ દૂર કરવા રેવન્યુ રેકર્ડની તપાસ કરી હતી અને આધાર સાથે આ સરકારી જમીન હોવાનું ફલિત થતાં જમીન ખુલ્લી કરાવવા માટે લેન્ડ ગ્રેબિંગ કમિટીમાં કેસ મૂકવામાં આવ્યો હતો.

કલેક્ટર અતુલ ગોરે સરકારી જમીન ઉપર કબ્જો કરનારા તત્વ સામે પોલિસ ફરિયાદ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. જેના પગલે સરકારી જમીન ઉપર ગેરકાયદે કબ્જો કરનારી વ્યક્તિ સામે સાવલી પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદના પગલે પોલીસે ભૂમાફિયાની ધરપકડ કરી લીધી છે.

અન્ય સમાચારો પણ છે...