તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મગરનું દિલધકડ રેસ્ક્યૂ:વડોદરા નજીક ચાણસદ ગામમાં 5 ફૂટનો મગર ખેતરમાં ઘૂસી આવ્યો, એક કલાકની જહેમત બાદ રેસ્ક્યૂ કરાયો

વડોદરા2 મહિનો પહેલા
પાદરા તાલુકાના ચાણસદ ગામના ખેતરમાં 5 ફૂટનો મગર ઘૂસી આવ્યો હતો
  • પ્રાણી જીવરક્ષક સંસ્થાના સભ્યોએ મગરને રેસ્ક્યૂ કરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો
  • ગરમીની સિઝન પ્રજનન અને ઇંડા મૂકવાનો સમય હોવાથી મગરો હિંસર બને છે

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચાણસદ ગામના ખેતરમાં 5 ફૂટનો મગર ઘૂસી આવ્યો હતો. પ્રાણી જીવરક્ષક સંસ્થાના સભ્યોએ ભારે જહેમત બાદ મગરને રેસ્ક્યૂ કર્યો હતો અને વન વિભાગને સોંપ્યો હતો. સ્થાનિક લોકોએ મગરના દિલધડક રેસ્ક્યૂને કેમેરામાં કેદ કર્યું હતું.

ગરમીની સિઝનમાં તળાવોમાં પાણી ઓછુ થતાં મગરો બહાર નીકળે છે
ગરમીની સરુઆત થતાં જ હવે મગરો ખોરાકની શોધમાં અને તળાવોમાં પાણી ઓછુ થવાના કારણે જાહેર માર્ગો અને ખુલ્લા મેદાનો તેમજ ખેતરોમાં દેખા દેવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. આજે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચાણસદ ગામના ખેતરમાં મગર ઘૂસી આવ્યો હતો. પાદરાની પ્રાણી જીવ રક્ષક સંસ્થાને કોલ મળ્યો હતો કે, પાદરાના ચાણસદ ગામના એક ખુલ્લા ખેતરમાં એક વિશાળ મગર આવી ચડ્યો છે, જેથી પ્રાણી જીવ રક્ષક સંસ્થાના રોકી આર્ય સહિતની પોતાની ટીમ ચાણસદ ગામના ખુલ્લા ખેતરમાં પહોંચી ગયા હતા અને મગરને રેસ્ક્યૂ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

સ્થાનિક લોકોએ મગરના દિલધડક રેસ્ક્યૂને કેમેરામાં કેદ કર્યું હતું.
સ્થાનિક લોકોએ મગરના દિલધડક રેસ્ક્યૂને કેમેરામાં કેદ કર્યું હતું.

એક કલાકની જહેમત બાદ મગરને રેસ્ક્યૂ કરાયો
પ્રાણી જીવરક્ષક સંસ્થાના સભ્યોએ એક કલાકની જહેમત બાદ આ મહાકાય મગરને રેસ્ક્યૂ કર્યો હતો અને વન વિભાગને સોંપ્યો હતો. જેથી ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ગરમીની સિઝન પ્રજનન અને ઇંડા મૂકવાનો સમય હોવાથી મગરો હિંસર બને છે
ગરમીની સિઝન પ્રજનન અને ઇંડા મૂકવાનો સમય હોવાથી મગરો હિંસર બને છે

એપ્રિલ-મે મહિનામાં મગરો હિંસક બને છે
વડોદરાશહેર-જિલ્લામાં વહેતી વિશ્વામિત્રી નદી મગરોનો ગઢ છે. સેંકડો મગરો નદીમાં વસવાટ કરી રહ્યા છે. વિશ્વામિત્રી નદી વડોદરા શહેર સાથે જિલ્લાના ગામોમાંથી પણ પસાર થાય છે. વડોદરા શહેરમાં વિશ્વામિત્રી પર બ્રિજ બનાવવામાં આવ્યા છે, પરંતુ, વડોદરા જિલ્લાના ગામોમાંથી પસાર થતી વિશ્વામિત્રી પર ગણતરીના બ્રિજ છે. જેથી મોટેભાગે લોકોને નદીના પાણીમાં ઉતરીને નદી પાર કરવી પડે છે. આવા સમયે મગરો માણસો પર હુમલા કરતા હોવાના અનેક બનાવો બનતા હોય છે. આ ઉપરાંત નદી કાંઠે વાસણ કે કપડા ધોતી મહિલાઓ પર પણ મગરના હુમલા થતાં હોય છે.

પ્રાણી જીવરક્ષક સંસ્થાના સભ્યોએ ભારે જહેમત બાદ મગરને રેસ્ક્યૂ કર્યો હતો
પ્રાણી જીવરક્ષક સંસ્થાના સભ્યોએ ભારે જહેમત બાદ મગરને રેસ્ક્યૂ કર્યો હતો

ગરમીની સિઝન મગરનો પ્રજનન અને ઇંડા મૂકવાનો સમય ગણાય છે
અત્રે નોંધનીય બાબત છે કે, ગરમીની સિઝન મગરનો પ્રજનન અને ઇંડા મૂકવાનો સમય ગણાય છે. તેમાંય ફેબ્રુઆરી-માર્ચ મહિનાથી ગરમીના દિવસો શરૂ થાય એટલે નર અને માદા મગર માટે પ્રજનનનો સમય ગાળો શરૂ થાય છે. આ સમયગાળા દરમિયાન માદા મગર વધારે આક્રમક બની જાય છે. માણસ જો નદી કાંઠે જાય તો માદા મગર માણસ પર હુમલો પણ કરી દે છે. સાથે સાથે એપ્રિલ અને મે મહિનામાં માદા મગર જમીનમાં ખાડો ખોદીને પોતના ઈંડા તેમાં મૂકે છે. પોતાના ઈંડા બચાવવા માટે પણ મગર હુમલો કરે છે.

મગરને રેસ્ક્યૂ કરીને વન વિભાગને સોંપ્યો હતો
મગરને રેસ્ક્યૂ કરીને વન વિભાગને સોંપ્યો હતો

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો