PF કમિશ્નરનો આદેશ:એમ.એસ.યુનિવર્સિટી કર્મચારીઓના 5 કરોડ ઉપરાંતનો PF જમા કરાવે, જૂના કર્મચારીઓના PFની પણ તપાસ થશે

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
સેનેટ સભ્ય કપિલ જોષી.

એમ.એસ.યુનિવર્સિટીને 600થી વધુ કર્મચારીઓનો 5 કરોડ ઉપરાંતનો PF જમા કરાવી દેવા પીએફ કમિશ્નર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.

યુનિવર્સિટીનો ઉધડો લીધો
આ મામલે સેનેટ મેમ્બર કપિલ જોશીએ જણાવ્યું હતું કે, 10મી માર્ચ 2023ના રોજ શ્રમ અને રોજગાર મંત્રાલય (પીએફ કમિશ્નર) એ કડક ચુકાદો આપીને 5 કરોડ, 35 લાખ, 1 હજાર 296 રૂપિયા બાકી પીએફ ભરી દેવાની તાકીદ કરી છે. અને લેખિતમાં નવ પાનાંનો આદેશ આપ્યો છે. એમ એસ યુનિવર્સિટીના ઇતિહાસમાં પહેલીવાર કેન્દ્ર સરકારના મંત્રાલયે ઉઘડો લીધો છે. હવે જો યુનિવેર્સિટી ટ્રિબ્યુનલ (CGIT) માં આની સામે જાય તો પણ 70 ટકા રૂપિયા પહેલા ભરીને જ કેસ દાખલ કરી શકાય.

સાડા ત્રણ વર્ષ કેસ ચાલ્યો
કપિલ જોશીએ કહ્યું કે, પેન્શન વિનાના હજારો કર્મચારીના ઘડપણની લાકડી સમાન PFના લાભથી વંચિત રાખવાનું યુનિવર્સિટીનું કાવતરું આખરે કેન્દ્ર સરકારે પકડી પાડ્યું છે. આ કેસ છેલ્લા સાડા ત્રણ વર્ષથી ચાલતો હતો. જેમાં મે સેનેટ મેમ્બર તરીકે લગભગ બધી જ મુદતમાં હાજરી આપી હતી. BUSA ના પ્રતિનિધિ હર્ષદ શાહ અને પ્રતાપરાવ ભોઇટે પણ સાથ સહકાર આપ્યો હતો. રોજગાર- શ્રમ મંત્રાલયના આ ચુકાદાથી કર્મચારીમાં સંતોષ અને આનંદની લાગણી છવાઈ ગઈ છે.

જ્યારથી નિમણૂંક થઇ ત્યારથી હકદાર
તેમણે કહ્યું કે, આ કેસની રસપ્રદ વિગતે એ છે યુનિના સત્તાધીશો પીએફ કમિશનર સામે 40 કરતાં વધુ મુદત માંગી હતી છતાં પણ રજૂ કરેલ દસ્તાવેજો એવા હતા કે જેથી કર્મચારીને પીએફના રૂપિયા 70 ટકા જ મળે. નિમણૂક પત્રો પગારપત્ર પગારસ્લિપ સુદ્ધાં શંકાસ્પદ હતા. પગારમાં 70 ટકા ગણીને પીએફ છેવટે રજૂ કરવો પડ્યો એ પણ કમિશ્નર અને એરિયા એન્ફોર્સમેન્ટ ઓફિસર ઇન્સ્પેક્શન કરી દસ્તાવેજો ચકાસીને સુધારું કે 100 ટકાના આધારે જે ગણી શકાય. આ આદેશથી યુનિવર્સિટીના પ્રત્યેક કર્મચારીને આશરે સરેરાસ 60 હજારથી 85 હજાર પગાર ધોરણ પ્રમાણે કર્મચારીને પીએફના લાભ/બેનિફિટ થશે. અને આ તો હજી કર્મચારીને જ્યારથી નિમણૂક થઇ છે ત્યારથી હકદાર રહેશે અને રિટાયર થયેલા કર્મચારીને પણ મળવા પાત્ર છે. હજી આ તારીખથી લાભ મળનાર કર્મચારીઓની ફરીથી તપાસ થશે.

હજી વધુ પીએફ ચોરી પકડાશે
કપિલ જોશીએ સાથોસાથ એમ પણ જણાવ્યુ હતું કે આ 5 કરોડ, 35 લાખ, 1 હજાર 299 રૂપિયા તો ફેબ્રુઆરી 2017 થી નવેમ્બર 2019સુધીનો જ પીએફ છે. જો હજુ પણ બીજી તપાસ થસે તો અગાઉના પીએફની પણ તપાસ થશે અને રકમ વધી શકશે. મારુ સેનેટ મેમ્બર તરીકે માનવું છે કે પાણી પાતળો પગાર લેતા આ કર્મચારી ઑ યુનિ ની ધોરી નસ સમાન છે દિવસ – રાત એ લોકો યુનિ. માટે કામ કરે છે ત્યારે એમની સાથે આવી છેતરપિંડી કરનાર સતાધીશો ગુનેગાર છે હું હજી એમની પીએફ ચોરીને પડકારવાનો છું. આ તો હજુ ટ્રેલર છે, પૂરા પીકચર બાકી હે જેવો ઘાટ છે.

અન્ય સમાચારો પણ છે...