તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:બોગસ પાવર ઓફ એટર્નીથી 5 કરોડની લોન મંજૂર કરાવી, સાળાએ જ બનેવી સાથે છેતરપિંડી કરતાં ગુનો દાખલ

વડોદરા20 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • બેંક અધિકારી સહિતના શખ્સોની મિલીભગતમાં કાવતરું રચ્યું

સાળાએ બનેવીનું બોગસ પાવર ઓફ એટર્ની બનાવી બોગસ વેચાણ દસ્તાવેજના આધારે સિન્ડિકેટ બેંકના અધિકારી અને વકીલની મદદથી 3.95 કરોડની કેશ ક્રેડિટથી પૈસા મેળવ્યા બાદ મિલકત બારોબાર સિન્ડિકેટ બેંકમાં મોર્ગેજ કરી દઇ છેતરપિંડી આચરાઇ હોવાની ફરિયાદ સયાજીગંજ પોલી સમાં નોંધાઇ હતી.બિલ્ડર સમીર સુરેન્દ્ર જોશીએ પોલીસમાં સુકુમાર પ્રફુલચન્દ્ર જોશી (શ્રી જ્ઞાનજીવન રેસિડેન્સી, કારેલીબાગ) તથા બીના સુકુમાર જોશી, ધ્રુમીલ સુકુમાર જોશી, નટવર પરમાર અને વંદનાબેન એમ જોશી તથા અન્યો સામે ફરિયાદ નોંધાવી હતી કે,

તેમણે 2010માં જૂનું મકાન ખરીદી રહેણાંક ફ્લેટ બનાવાનું નક્કી કરી આરઆરકે પ્રોપર્ટીઝ ભાગીદારી પેઢી બનાવી હતી. જેમાં તેઓ પોતે તથા સાળો સુકુમાર જોશી સહિતના લોકો હતા. આ પેઢી દ્વારા બેંક ઓફ બરોડા આત્મજ્યોતિ શાખામાંથી 4.43 કરોડની પ્રોજેક્ટ લોન લઇ બાંધકામ ચાલુ કર્યું અને લોનની જવાબદારી સુકુમારે લીધી હતી.

ત્યારબાદ 2014માં બે ભાગીદારો છુટા થયા હતા. સુકુમાર જોશી હપ્તા ભરતા ના હોવાથી બેંક ઓફ બરોડાએ એકાઉન્ટ એનપીએ કર્યું હતું. ત્યારબાદ સુકુમારે બોગસ પાવર ઓફ એટર્ની બનાવી બાંધકામ કરવાના હેતુથી સમીર જોશીના નામનો બોગસ કુ. મુનો ઉપયોગ કરી 12 ફ્લેટ મોર્ગેજ કરાવ્યા હતા મિલકત ખુલ્લા પ્લોટ હોવાનું જણાવી સિન્ટિકેટ બેંકના અધિકારી અને વકીલ સાથે મેળાપીપણું કરી 5 કરોડની લોન મંજૂર કરાવી તે પૈકી 3.95 કરોડની કેશ ક્રેડિટનાં નાણાં મેળવી મિલકતો મોર્ગેજ કરી હતી પોલીસે તપાસ આદરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો