તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફાર્માસ્યૂટિકલ કંપની માટે રેસ:સ્ટર્લિંગ બાયોટેકને ખરીદવા કેડિલા-યુપીએલ સહિત 5 કંપની મેદાનમાં; બેઝ પ્રાઇઝ 548.46 કરોડ રખાઇ

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • દુનિયાની છઠ્ઠી સૌથી મોટી ફાર્મા-જિલેટિન કંપનીનું ભાવિ 7 સપ્ટે. સુધીમાં નક્કી થશે
  • કંપની પાસેથી રૂ.9,676.08 કરોડની ઉઘરાણી હતી, લિક્વીડેટર મમતા બીનાનીએ 5 બિડર્સને આમંત્રિત કર્યા

દુનિયાની છઠ્ઠા નંબરની સૌથી મોટી ફાર્મા-જેલ કંપની સ્ટર્લિંગ બાયોટેકને ખરીદવા ગુજરાતની કેડિલા અને યુપીએલ સહિત 5 કંપનીઓને લિક્વિડેટર દ્વારા આમંત્રિત કરવામાં આવી છે. સ્ટર્લિંગ બાયોટેકની હાલમાં રિઝર્વ પ્રાઇઝ રૂ. 548.46 કરોડ રાખવામાં આવી છે. જો આ પૈકી કોઇ એક કંપની સ્ટર્લિંગ બાયોટેકને ખરીદી લેષે તો તેને કોઇ કાયદાકીય ગુંચવણો, અગાઉના કેસો અને બીજા કોઇ દેવા કે આર્થિક બોજનો સામનો કરવો પડશે નહીં.

શહેરના લિક્વિડેટર્સ સૂત્રોના જણાવ્યા મુજબ 21મી ઓગસ્ટે કોલકાતાના લિક્વીડેટર મમતા બિનાની દ્વારા કેડિલા હેલ્થ કેર, લિમિટેડ (ગાંધીનગર), યુપીએલ લિમિટેડ (વાપી), હૈદ્રાબાદની ગ્લેન્ડ સેલ્સસ બાયો કેમિકલ પ્રા.લિ, અને ઓરબિન્દો ફાર્મા તથા મુંબઇની એસીજી એસોસિયેટેડ કેપ્સ્યુઅલ્સ પ્રા.લિ.ને ક્વોલિફાઇડ બિડર્સ તરીકે આમંત્રણ અપાયું છે. અગાઉ 21મી જુલાઇએ લિક્વિડેટર દ્વારા સ્ટર્લિંગના ઇ-ઓક્શનની જાહેરાત કરાઇ હતી. આ ઓક્ટિશન લિક્વિડેટર દ્વારા જે પ્રોસેસ ડોક્યુમેન્ટ્સ તૈયાર કરાયા છે તેમાં ઓનગોઇંગ કન્સર્નના આધારે કરાશે.

સ્ટર્લિંગ બાયોટેકના માલિકીના હસ્તાંતરણ પર દેખરેખ રાખવા માટે સ્ટેક હોલ્ડર કન્સલ્ટેશન કમિટીની રચના કરાઇ છે. જે લિક્વિડેટરનું માર્ગદર્શન કરશે. આ કમિટીમાં સિક્યોર્ડ ફાઇનાન્સિયલ ક્રેડિટર, અન સિક્યોર્ડ ફાઇનાન્સિયલ ક્રેડિટર, વર્કમેન એમ્પ્લોઇ, સરકારી અધિકારી, ઓપરેશનલ ક્રેડિટર (માલ સપ્લાયર) તથા શેર હોલ્ડર્સના પ્રતિનિધિનો સમાવેશ થાય છે. સ્ટર્લિંગના નીતિન અને ચેતન સાંડેસરા આણિ કંપનીએ રૂ. 14,500 કરોડનું કૌભાંડ કર્યું હતું.હાલ તેઓ ભાગેડુ જાહેર કરાયા છે. સ્ટર્લિંગ બાયોટેક પાસેથી વિવિધ બેંકો, કંપનીઓ સહિતના 1000 જેટલા લોકો પાસેથી રૂ. 9 હજાર કરોડ રૂપિયા જેટલી રકમ લેવાની રહે છે. સ્ટર્લિંગ બાયોટેકના આર્થિક કૌભાંડની ગંધ સેબીને 2005માં આવી ગઇ હતી.

આ ઉપરાંત સંખ્યાબંધ બેનામી કપનીઓ પણ ઊભી કરવામાં આવી હતી. ત્યારબાદ વિવિધ બેંકો પાસેથી લોન પર લીધેલા નાણાના ચૂકવણા ન થતાં ફરિયાદો થઇ હતી. બીજી તરફ છેતરપિંડીની ફરિયાદોના પગલે એજન્સીઓએ તપાસ કરતા આ કૌભાંડ 14 હજાર કરોડ સુધી પહોંચ્યું છે. સ્ટર્લિંગ બાયોટેકની અકસ્માયતો રૂ. 9000 કરોડની આસપાસની છે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ અમદાવાદ બેંચ સેકશન 7ના ઇન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્ટસી કોડ 2016 અંતર્ગત જૂન-2018 ઓર્ડર પાસ કરીને આ કંપનીનો ઇન્સોલવન્સી પ્રોસેસ શરૂ કર્યો હતો.

મે-2019માં એનસીએલટીએ ઓર્ડર કરતા લિક્વિડેટરની નિમણૂક થઇ હતી
ઓક્ટોબર 2018માં સ્ટર્લિંગ બાયોટેક માટે રિઝોલ્યૂશન પ્લાન સબમિટ કરવામાટેના એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ મંગાવવામાં આવ્યાં હતા. તે સફળ થતાં એનસીએલટીના ઓર્ડર મે-2019માં થતી કંપનીનું લિક્વિડેશન શરૂ થયું હતું. જેમાં મમતા બિનાનીને 11મી મે, 2019એ લિક્વીડેટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને કોર્ટ દ્વારા કંપનીની બાગડોર લિક્વિડેટર પાસે આવી ગઇ હતી.

કંપનીનું નામ એ જ રહેશે એજન્સી તપાસ નહીં કરે
સીએ અભિષેક નાગોરી કહે છે કે, ઓનગોઇંગ કન્સર્ન લિક્વિડેશનનો યુનિક કન્સેપ્ટ છે. જેને લાગૂ પાડતા કર્મીઓની નોકરીઓ અને કંપનીનું નામ યથાવત્ રહે છે અને કોઇ સરકારી એજન્સી તપાસ નહીં કરે.તાજેતરમાં એનક્લેટે જેમ્સ એન્ડ જ્વેલ્સ પ્રા.લિ.ના ચુકાદામાં કહ્યું છે કે, સુપ્રિમ કોર્ટે પણ ઘણા જજમેન્ટમાં કંપનીની અકસ્માયતો વેચીને કંપની બંધ કરવી એ છેલ્લો વિકલ્પ છે.

પીએફ અને ગ્રેજ્યુઇટીના નાણા પહેલા ચૂકવાશે
જે કંપની સ્ટર્લિંગ બાયોટેકને નાણા ચૂકવીને માલિક બનશે. પણ જે નાણા મળશે તેમાંથી સૌથી પહેલા કર્મચારીઓના પીએફ-ગ્રેજ્યુઇટિના નાણા કર્મચીઓને અપાશે. ત્યારબાદ સિક્યોર્ડ ક્રેડિટર્સને બાકીની રકમ અપાશે. ઉલ્લેખનીય છે કે, સિક્યોર્ડ ક્રેડિટરનું લેણું 6 હજાર કરોડથી વધુ છે જ્યારે આ કંપનીની રિઝર્વ પ્રાઇઝ હાલમાં રૂ. 546 કરોડ જેટલી છે.

સ્ટેક હોલ્ડર કમિટીમાં કોણ અને કેટલું લેણું હતું ?

સિક્યોર્ડ ફાઇનાન્સિયલ ક્રેડિટર : ઇન્ડિયન ઓવરસિસ બેંક,

યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, એલઆઇસી 6,278 કરોડ

અન સિક્યોર્ડ ફાઇનાન્સિયલ ક્રેડિટર :અવિરલ મેરિટાઇમ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લિ.,દહેજ તથા BOB 3,378 કરોડ

વર્કમેન એમ્પ્લોઇ પ્રતિનિધિ: સંજય સુરાણા 69 લાખ

સરકાર તરફે : સ્ટર્લિંગ બાયોટેક એસઇઝેડ ઇન્ફ્રા.લિમિટેડ ડેવલપમેન્ટ કમિશનર

ઓપરેશનલ ક્રેડિટર : કર્મિલ ક્રશર્સ એન્ડ ફર્ટિલાઇઝર 22.99 કરોડ

શેરહોલ્ડર પ્રતિનિધિ : રજિબ સાહા