તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને નવા વર્ષની ભેટ અપાશે. ગ્રીન એનર્જી અંતર્ગત ઇન્ટરસિટી ઇલેક્ટ્રિક બસ શરૂ કરનાર દેશનું પ્રથમ રાજ્ય ગુજરાત બનશે. 5 શહેરને 60 ઇ-બસથી કનેક્ટ કરાશે. 224 કરોડના ખર્ચે 10 વર્ષ માટે ઇલેક્ટ્રોનિક બસનો કોન્ટ્રાક્ટ 3 દિવસમાં ફાળવાય તેવી શક્યતા છે. 5 શહેરોમાં ખાનગી કંપની દ્વારા ચાર્જિંગ પોઇન્ટ્સ બનાવાશે. અમદાવાદના એસટીના એન્જિનિયર એ.કે. પરમારે જણાવ્યું કે, માર્ચમાં પ્રાયોગિક ધોરણે એક-એક બસ ચલાવાશે. જૂન સુધી તમામ બસ કાર્યરત થઈ જશે. અત્યાર સુધી અમદાવાદ અને સુરતમાં શહેરની અંદર ઇલેક્ટ્રોનિક બસ કાર્યરત છે, પરંતુ બે શહેરને જોડતી બસનો પ્રથમ પ્રયોગ છે, જેમાં વડોદરા પણ સામેલ છે.
60 બસ પૈકી 20 બસ વડોદરાને, 20 અમદાવાદને અને 20 જામનગરને મળશે. બીજી તરફ ચાર્જિંગ અને સ્વાઇપ બે ટેક્નોલોજી છે. સ્વાઇપમાં અમદાવાદ કોર્પોરેશન દ્વારા ચલાવવાથી બસ 3 મિનિટમાં બેટરી બદલી નાખવાની સિસ્ટમ અપનાવતું હતું. જે ટેકનોલોજી બરાબર ન હોવાથી ચાર્જિંગ ટેકનોલોજીથી બસ ચાર્જ કરવાની અપનાવી રહ્યું છે.
બસનો રૂટ અને ખાસિયત
ચાર્જિંગ માટે જગ્યા બતાવી છે
એસ. પી.માત્રોજા, ઇન્ચાર્જ, વડોદરા એસટી ડિવિઝન એ કહ્યુ કે, ઈલેક્ટ્રોનિક બસ માટે ચાર્જીંગ સ્ટેશન બનાવવા રાજ્ય સરકાર તરફથી જગ્યા બતાવવાની સૂચનાને પગલે બે મહિના અગાઉ કંપનીના કર્મચારીઓને રેસકોર્સ વર્કશોપ અને મકરપુરા ડેપો ની જગ્યા બતાવી હતી.
હજુ સુધી ભાડું નક્કી કરાયું નથી
એસ.જે.હૈદર, એમ.ડી. ,જીએસઆરટીસી એ કહ્યુ કે, ઇલેક્ટ્રોનિક બસથી પોલ્યુશન કંટ્રોલ થશે, તબક્કાવાર તમામ બસો બદલવાનું આયોજન છે પરંતુ હાલના તબક્કે આ બસ કેટલી સસ્તી પડશે કહી શકાય નહીં હજી બસના રૂટ નું ભાડું નક્કી થયું નથી. ટેન્ડર પ્રક્રિયા થઈ ગઈ છે, સરકારની મંજૂરીમાં છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.