કોરોના અપડેટ:ગોત્રીના 9 વર્ષના બાળક સહિત ઓમિક્રોનના 5 કેસ, USથી આવેલી યુવતી પોઝિટિવ

વડોદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કારેલીબાગના આધેડ મંગળવારે અમેરિકા ગયાને બુધવારે ઓમિક્રોન પોઝિટિવ આવ્યા

શહેરમાં કોરોનાના વેરિયન્ટ વધુ 5 કેસ પોઝિટિવ આવ્યા છે. જેમાં નવ વર્ષના બાળકનો સમાવેશ થાય છે. જેના પગલે કુલ પોઝિટિવ ઓમિક્રોનનો આંક 30 થયો છે. અમેરિકાથી 20મી તારીખે વડોદરા આવેલા આધેડનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પરંતુ આધેડ મંગળવારે જ અમેરિકા જવાબ રવાના થયા છે. કારેલીબાગ વિસ્તારમાં રહેતા 50 વર્ષના આધેડ ગત 20મી તારીખે યુ.એસ.એથી આવ્યા હતા. 28મી ડિસેમ્બરે લક્ષણો બાદ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બુધવારે 8 દિવસ બાદ તેઓનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

પરંતુ એક દિવસ અગાઉ મંગળવારે તેઓ અમેરિકા જવા રવાના થયા હતા. બીજા બનાવમાં માંજલપુર વિસ્તારમાં રહેતી ૨૩ વર્ષની યુવતી અને ગોત્રીમાં રહેતા 9 વર્ષના બાળકને ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે તેની ઇન્ટરનેશનલ ટ્રાવેલની કોઈ હિસ્ટ્રી નથી. ગત 17મી તારીખે કલકત્તાથી આવેલા દિવાળીપુરા વિસ્તારના દંપતીનો રિપોર્ટ બુધવારે પોઝિટિવ આવ્યો હતો.

તંત્ર એલર્ટ : ત્રીજી લહેર માટે 6000 બેડ તૈયાર કરાશે, બાળકો માટે 200 અલાયદા બેડની સુવિધા
કોરોના સંક્રમણને પહોંચી વળવા શહેરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં હવે 6 હજારથી વધારે બેડ તૈયાર કરવામાં આવશે. ત્રીજી સંભવિત લહેરમાં બાળકોને સંક્રમણ લાગવાની શક્યતાને ધ્યાનમાં રાખી બાળકો માટે 200 બેડ ની વ્યવસ્થા ઉભી કરાશે. તદુપરાંત શહેરમાં 34 ધનવંતરી રથ દોડાવાશે.

અન્ય સમાચારો પણ છે...