વડોદરા સહિત મધ્યગુજરાતમાં સ્ટેટ જીએસટીની તપાસમાં બોગસ બીલ કૌંભાડ ઝડપી પાડવામાં આવ્યું છે, જેમાં વડોદરા,ભરૂચ, અંકલેશ્વર, નડિયાદ, આણંદમાં મળીને 270.19 કરોડના બોગસ બીલ ઇસ્યુ કરવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું હોવાની વિગતો જાણવા મળી હતી. રૂ. 39.6 કરોડની કરોડની ખોટી રીતે વેરા શાખ મેળવી હતી.
સ્ટેટ જીએસટી વિભાગે વડોદરામાં પાંચ અને અંકલેશ્વરમાં એક એમ કુલ છ બોગસ પેઢી પકડી પાડી હતી. વડોદરાની પાંચ બોગસ પેઢીએ 27.44 કરોડના િબલ ઈસ્યુ કરી 5.26 કરોડની વેરા શાખ મેળવી લીધી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. તેવી જ રીતે ભરૂચ,આણંદ,નડિયાદમાં કુલ 14 શંકાસ્પદ પેઢીઓ ખાતે જીએસટી વિભાગ દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાંથી 10 પેઢીઓના ડોકયુમેન્ટ ફોર્જડ જણાયા હતા.
પેઢીઓમાં ડોકયુમેન્ટનો દુરઉપયોગ કર્યું હોવાનું ધ્યાને આવ્યું હતું. આ બોગસ પેઢીઓ મારફતે રૂ. 1.86 કરોડ ઉપરાંતના બિલો ઇસ્યુ કરવામાં આવ્યા હતા. જેમાં કુલ 23.19 લાખ વેરાશાખ મેળવી લીધી હતી. બોગસ પેઢીઓની મદદથી છેતરપિંડી કરી ખોટી રીતે વેરા શાખ મેળવનાર રિયલ ટેક્સપેયર એટલે કે બેનિફિશિયરી સુધી જીએસટી સિસ્ટમથી પહોંચી શકાય છે.
જેથી જીએસટી વિભાગ દ્વારા આવા પેઢીઓ થકી ખોટી વેરા શાખ ભોગવનાર પાસેથી વેરા વસુલાતના તથા પેઢીઓ ઊભી કરનાર અને તેને ચલાવનાર લોકો સામે ધરપકડ સહિતની કામગીરી કરાશે. બોગસ પેઢી દ્વારા 1.19 કરોડ ઉપરાંતના બીલો ઇસ્યુ કરીને 21. 51 લાખ વધુની વેરા શાખ પાસ ઓન કરી હતી. જોકે આ કૌભાંડ પાછળના વ્યક્તિની શોધખોળ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.