તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેર ભાજપના સંગઠન અને ધારાસભ્યો વચ્ચે સંકલન ન હોવાની વાતો વહેતી રહી હતી ત્યારે વડોદરાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે પ્રથમ વખત શહેર ભાજપ પ્રમુખની આગેવાનીમાં 5 ધારાસભ્યો હંગામી એકતા રાખી મુખ્યમંત્રીને મળ્યા હતા. મુખ્યમંત્રી તમામને જોઇ એક તબકકે બોલી ઉઠયા હતા કે આખુ વડોદરા આવ્યું છે! ઉલ્લેખનીય છે કે અગાઉ શહેરના પ્રશ્નો મામલે એકદ દોકલ રજૂઆતો થતી હતી. જેમાં સંકલન ન હોવાનું ફલિત થવા સાથે વિકાસ કામો પર પણ અસર પડી છે. શહેરના 5 ધારાસભ્યો સાથે શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ અને મહામંત્રી સુનિલ સોલંકી પણ રજૂઆતમાં જોડાયા હતા. મુખ્યમંત્રીએ વડોદરાના પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ લાવવાની ખાતરી આપી હતી.
શહેર ભાજપ પ્રમુખે વિકાસ કામો માટે ધારાસભ્યોની આગેવાની લીધી : શહેરના પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ લાવવા મુખ્યમંત્રીની ખાતરી શહેર ભાજપના સંગઠન પાલિકા અને કેટલાક ધારાસભ્યો વચ્ચે સંકલન થતું ન હોવાની બૂમો પડી હતી. શહેરના કેટલાક નિરાકરણમાં સંકલનનો અભાવ ખુલ્લો પડયો હતો અને ચૂંટાયેલી પાંખ અને સંગઠનના ભૂતકાળના હોદ્દેદારો વચ્ચે કોઈ સંકલન ન હોવાથી તેની અસર શહેરના વિકાસ પર પડી હતી. જેના કારણે રાજ્ય સરકારમાં એકલદોકલ રજૂઆત કરી પોતાનો વ્યક્તિગત પાવર બતાવવાની હોડ પણ જામી હતી અને તેના કારણે સરકારે પણ તેની નોંધ લઇને એવા પ્રશ્નોના નિરાકરણમાં ખાસ રસ દાખવ્યો ન હતો.
આ સંજોગોમાં શહેર ભાજપના નવનિયુક્ત પ્રમુખ ડો વિજય શાહે વડોદરાના પ્રશ્નોની ચર્ચા સરકારમાં કરવા માટે તમામ ધારાસભ્યોએ ભેગા થઈને જવું તેવી નીતિ બનાવી હતી અને તેના ભાગરૂપે પ્રથમ વખત શહેરના પાંચેય ધારાસભ્યો શહેર પ્રમુખ ડો.વિજય શાહ અને મહામંત્રી સુનિલ સોલંકીને સાથે રાખી મુખ્યમંત્રી વિજય રૂપાણી ને મળ્યા હતા.
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલ, શહેરના ધારાસભ્ય મનીષા વકીલ, સયાજીગંજના ધારાસભ્ય જીતુ સુખડિયા,અને અકોટા ના ધારાસભ્ય સીમાબેન મોહિલેએ ભેગા થઈને ટીમ વડોદરા હોવાનો અહેસાસ મુખ્યમંત્રીને કરાવ્યો હતો મુખ્યમંત્રી સમક્ષ શહેરના ધારાસભ્યો અને શહેર ભાજપ સંગઠને વિશ્વામિત્રી પ્રોજેકટ, પાનમ યોજનાના પાણીના કરોડો રૂપિયાના પડતર બિલ અને ન્યાયમંદીરના પ્રશ્નનો ઉકેલ લાવવા પર ભાર મૂકતી રજૂઆત કરી હતી અને મુખ્યમંત્રીએ તેના નિરાકરણ માટે ખાતરી આપી હતી.
સંપ ત્યાં જંપ
શહેરના પાંચ ધારાસભ્યો અને શહેર ભાજપ પ્રમુખ અને મહામંત્રી વડોદરાના વિવિધ પ્રશ્નોને લઇને મુખ્યમંત્રીને રજૂઆત કરવા પહોંચ્યા હતા.
સિન્ડિકેટ સભ્યો સાથે શહેર ભાજપ પ્રમુખે બેઠક કરી, જૂથબંધી છોડી પક્ષની ઇમેજ જાળવવા ટકોર
મ. સ. યુનિ.ની સિન્ડીકેટમાં ભાજપનો દબદબો છે ત્યારે તેમાં પ્રસરેલા જૂથવાદને દબાવવા શહેર ભાજપ પ્રમુખે પહેલ કરી છે. પહેલી વખત સિન્ડિકેટ સભ્યો સાથે સર્કિટ હાઉસમાં બેઠક કરી પ્રમુખે કેમ્પસની અંદર જે પણ કરો પણ કેમ્પસ બહાર ભાજપના સભ્યો છો તો પક્ષને છાજે તે રીતે વર્તન કરવાની ટકોર કરી છે. સિન્ડિકેટ સભ્યો સાથે ની શુભેચ્છા મુલાકાત માં પૂર્વ ડેપ્યુટી મેયર ડો. જીવરાજ ચૌહાણ, જીગર ઇનામદાર, ડો શીતલ મિસ્ત્રી, ડો.મગન પરમાર, મયંક પટેલ, જીગ્નેશ સોની સહિતના સભ્યો હાજર રહ્યા હતા.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.