વડોદરા શહેર જિલ્લામાં શાળા કોલેજના 4.91 લાખ વિદ્યાર્થીઓ તેમના વાલીઓ અવશ્ય મતદાન કરે તે માટે સંકલ્પપત્ર ભરાવશે. વિધાનસભા ચૂંટણીમાં મહત્તમ મતદાન માટે વ્યાપક મતદાર જાગૃતિ અભિયાન હાથ ધરાયું છે.વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાનાર છે.
વડોદરા શહેર જિલ્લાની 10 વિધાનસભા બેઠકોની સામાન્ય ચૂંટણી 5 ડિસેમ્બરના રોજ યોજાશે અને મતગણતરી 8 ડિસેમ્બરના રોજ યોજાનાર છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અતુલ ગોરના સીધા માર્ગદર્શન હેઠળ સ્વિપના નોડલ અધિકારી રાકેશ વ્યાસ અને તેમની ટીમ દ્વારા વડોદરા શહેર જિલ્લાની 10 બેઠકો પર મહત્તમ મતદાન થાય તે માટે સ્વિપ હેઠળ વિવિધ મતદાન અને મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
વડોદરા શહેર જિલ્લામાં પ્રાથમિક શાળાના 1,31,1195 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના 2,14,728 અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓના 1,45,970 સહિત કુલ 4,91,893 વિદ્યાર્થીઓ પોતાના વાલીઓ પાસેથી આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં કુટુંબના બધા જ મતદારો અવશ્ય મતદાન કરે તે માટે સંકલ્પપત્ર ભરાવશે. વિદ્યાર્થીઓને આ સંકલ્પ પત્રો અપાઇ રહ્યાં છે જે વાલીઓ પાસે ભરાવીને એમની સહી સાથે શાળાઓને પરત કરશે. શહેર જિલ્લામાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રંગોળી, સાયકલ રેલી, ચિત્ર સ્પર્ધા દ્વારા મતદાર જાગૃતિ અંગેનો સંદેશો ફેલાવવામાં આવી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.