વડોદરાના સમાચાર:બરોડા ફૂટબોલ એકેડેમીની ગોલ્ડન બેબી લીગમાં 49 ટીમોએ ભાગ લીધો, પહેલીવાર બહેરા-મૂંગા ખેલાડીઓની ટીમો પણ રમી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બરોડા ફૂટબોલ એકેડેમી દ્વારા આયોજિત બી.એફ.એ ગોલ્ડન બેબી લીગ અંડર-7, અંડર-9 અને અંડર-11 કેટેગરીમાં લીગમાં કુલ 49 ટીમોએ ભાગ લીધો હતો. સમગ્ર ગુજરાતમાં સૌથી મોટી આ બેબી લીગ હતી અને માત્ર ખેલાડીઓ જ નહીં પરંતુ માતા-પિતાએ પણ ઊર્જા અને ઉત્સાહ દર્શાવ્યો હતો.

બેબી લીગ ટુર્નામેન્ટના ઈતિહાસમાં પ્રથમ વખત બરોડા ફૂટબોલ એકેડમીએ ગોલ્ડન બેબી લીગ માટે ખાસ જરૂરિયાતવાળા બાળકોની(મૂંગા અને બહેરા) ટીમને આમંત્રિત કરી હતી. આ ટીમ ને બી.એફ.એના કોચ દ્વારા સતત 2 મહિના સુધી તાલીમ આપવામાં આવી હતી અને તેમને આ ટુર્નામેન્ટમાં રમવા માટે તૈયાર કરવામાં આવ્યા હતા તથા બીજા બાળકો સાથે રમાડી તેમને જીવનમાં આગળ વધવા માટેનો ઉત્સાહ વધારવાની એક નાનકડી કૌશિશ હતી. આ લીગ ખુબ જ નાની ઉંમરથી બાળકો અને બાળકીઓ બંને ખેલાડીઓની નવી પેઢીને વિકસાવવાના ઉદ્દેશ્ય સાથે એક પહેલ છે.

સંદીપ દેસાઈ (AIFF) ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેશરેશન ગ્રાસરુટ ડેવલપમેન્ટ સમિતિ છે, જેમનાં માર્ગદર્શન હેઠળ આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું તેમને મુલરાજસિંહ ચુડાસમા (AIFF)ના ગ્રાસરુટ ડેવલપમેન્ટ સમિતિના ચેરમેન છે તથા ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના સેક્રેટરી છે, તેમનો આભાર વકત કર્યો હતો. આ બી.એફ.એ ગોલ્ડન બેબી લીગને પોત્સાહન તથા સહકાર આપવા બદલ આ કાર્યક્રમમાં ધર્મેશ પટેલ (ભારતીય ટીમના ભૂતપૂર્વ ફૂટબોલ ખેલાડી), સંજય ઠાકુર (ડી.પી.એસ સ્પોર્ટ્સ કો-ઓર્ડિનેટર), સોમેશ યાદવ (ઇફ એકાઉન્ટન્ટ, સીલ ફોર લાઈફ) અને નરેશ ઔર (બી.એફ.એ મનેજર) હાજર રહ્યા હતા અને ખેલાડીઓનો ઉત્સહ વધાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...