તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • 4763 People Were Vaccinated Today In Maha Vaccination Campaign, 2928 People In The Age Group Of 18 To 44 Were Vaccinated In Vadodara District

રસીકરણ:વડોદરા જિલ્લામાં મહા રસીકરણ અભિયાનમાં આજે 4763 લોકોએ રસી મૂકાવી, 18થી 44ની વય જૂથના 2928 લોકોએ રસી લીધી

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • વડોદરા જિલ્લામાં બંને ડોઝ લઈ ચૂક્યા હોય એવા લોકોની સંખ્યા વધીને 1,14,245 થઈ

વડોદરા જિલ્લામાં જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલા મહા રસીકરણ અભિયાન હેઠળ આજે 4763 લોકોએ રસી મૂકાવી હતી. આ અભિયાનને અનુલક્ષીને સહુ સરળતાથી રસી લઈ શકે તે માટે જિલ્લામાં રસીકરણ કેન્દ્રો 25થી વધારીને 100થી વધુ રાખવામાં આવ્યા હતા અને 18થી 44ની વય જૂથના લોકો ઓનલાઇન પૂર્વ નોંધણી વગર આધારકાર્ડ જેવા પુરાવાને આધારે સ્થળ પર નોંધણી કરાવી રસી લઈ શકે એવી છૂટ આપવામાં આવી છે.

18થી 44 વયજૂથના 2928 લોકોએ રસીનો પહેલો ડોઝ લીધો
વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 18થી 44ની વય જૂથના દૈનિક 5 હજાર લોકોને રસી મૂકવાના લક્ષ્યાંક સાથે 25 કેન્દ્રોમાં રસી મુકવામાં આવી રહી હતી, પરંતુ, હવે રસીકેન્દ્રો વધારીને તમામ વય જૂથના દૈનિક 10 હજારથી વધુ લોકોને રસી આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. તેના હેઠળ આજે 18થી 44 વયજૂથના 2928 લોકોએ રસીનો પહેલો ડોઝ લીધો હતો. તેની સાથે આ વય જૂથના 1,34,523 લોકોએ રસીનો પહેલો ડોઝ લઈ લીધો છે, જેમાં બીજો ડોઝ લેનારા 2038નો સમાવેશ થાય છે.

4,97,305 લોકોએ પહેલા ડોઝની રસી લીધી
18થી 44 ઉપરાંત અન્ય ચાર શ્રેણીઓના થઈને કુલ 4152 લોકોએ આજે રસીનો પહેલો ડોઝ લીધો હતો. આમ,અત્યાર સુધીમાં કુલ 4,97,305 લોકોએ પહેલા ડોઝની રસી લીધી છે. જ્યારે આજના દિવસે પહેલો અને બીજો ડોઝ સહિત કુલ 4763 લોકોએ રસી મૂકાવી હતી.

બંને ડોઝ લઈ ચૂક્યા હોય એવા લોકોની સંખ્યા વધીને 1,14,245 થઈ
આજે 611 લોકોએ બીજો ડોઝ લીધો હતો, જેની સાથે બંને ડોઝ લઈ ચૂક્યા હોય એવા લોકોની સંખ્યા વધીને 1,14,245 થઈ છે. આમ અત્યાર સુધીમાં વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ફક્ત પહેલો અને બંને ડોઝ લીધો હોય તેવા લોકોની સંખ્યા વધીને 6,11,550 થઈ છે. આજે 18થી 44ના 2928 ઉપરાંત 45થી 59ના 997 અને 60+ના 227 લોકોએ રસીનો પહેલો ડોઝ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...