તસ્કરી:અકોટા શાંતિકુંજ સોસાયટીમાં 4.70 લાખની ચોરી

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અકોટા વિસ્તારમાં પીએફ ઓફિસ પાસે શાંતિકુંજ સોસાયટીમાં રહેતા ફેક્ટરી માલિકના મકાનમાં સોમવારે વહેલી સવારે ત્રાટકેલા તસ્કરોએ સોનાના હીરાજડિત દાગીના અને રોકડ મળી 4.70 લાખની મતાની ચોરી કરી હતી. પરિવાર મકાનમાં જ સૂતો હતો ત્યારે તસ્કરોએ ચોરી કરી હતી. અકોટાની શાંતિકુંજ સોસાયટીમાં રહેતા ફેક્ટરી માલિક રાજેશ ગોવિંદભાઈ સંપટ તેમના પરીવાર સાથે રવિવારે રાત્રે મકાન બંધ કરીને સુઈ ગયા હતા. ત્યારબાદ સોમવારે વહેલી સવારે 3 વાગ્યાથી 6 વાગ્યાના અરસામાં તસ્કરો તેમના ઘરમાં ત્રાટકયા હતા.

તસ્કરોએ તેમના મકાનના પાછળના ભાગે આવેલી કાચની બારી ખોલીને ઘરમાં પ્રવેશ કર્યા બાદ ઘરમાં આવેલી ઓફિસના કબાટમાંથી 4.30 લાખની કિંમતના સોનાના હીરા જડિત દાગીના અને ટેબલના ડ્રોવરમાં મુકેલા 40 હજાર રોકડા મળી 4.70 લાખની ચોરી કરી હતી. સવારે પરિવાર ઊઠ્યો ત્યારે તેમને આ ચોરી થઇ હોવાનું જાણવા મળતા પોલીસને જાણ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...