વીજ ચોરીને ડામવા મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા હાલમાં ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં શહેરમાં તબક્કાવાર ચેકિંગ કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત તંત્રએ ગુરુવારે અને શુક્રવારે શહેરના મચ્છીપીઠ સહિતના અલગ-અલગ વિસ્તારમાંથી 47 વીજ ચોરીના કિસ્સા ઝડપાતા આ તમામ વીજ જોડાણ કાપ્યા હતા.તેમજ દંડનીય બિલો ફટકારી વસુલાત કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
ગુરુવારે ટાવર સબડિવિઝનની ટીમે મચ્છીપીઠ નાગરવાડા સૈયદપુરા દૂધવાળો મોહોલો, વાડી સબડિવિઝનના ગોયા દરવાજા, વિઢલેશ એપાર્ટમેન્ટ, જહાંગીરપુરા ગાજરાવાડીના ગણેશ મંદિર અને કપુરાઈ ગામ જેવા વિસ્તારમાં કુલ 730 વીજ જોડાણો ચેક કર્યા હતા. જેમા 16 વીજ ચોરીના કેસ 10 શંકાસ્પદ મીટર મળી આવ્યા હતા જેનુ બીલ 4.5 લાખ થયુ હતું.
જ્યારે શુક્રવારે જીઆઇડીસી સબડિવિઝનના વડસર ભાલીયા વાસ, માલી મોહલ્લો, માણેજાના મારુતિ ધામ, અમર કૃપા અને ફતેગંજ સબડિવિઝનમાં કમાટીપુરા, ગરીબ નવાજ પાર્ક, અમરનગર, નવાયાર્ડ તથા દાંડીયાબજાર સબડિવિઝનના માર્કેટ ચાર રસ્તા, પીરામીતાર રોડ, શિયાપુરા, સિદ્ધનાથ તળાવ, શિયાપુર મુસ્લિમ મહોલ્લો વગેરે વિસ્તારમાં વીજ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં કુલ 220 વીજ જોડાણ ચેક કરતા કુલ 31 ગેરકાયદેસર વીજ જોડાણમાં વીજ ચોરી મળી આવેલી છે જેનું બિલ 4.85 લાખ રૂપિયા જેટલું થયું હતું. સંવેદનશીલ વિસ્તારોમાં વીજ કંપનીની ટીમો દ્વારા પોલીસને સાથે રાખી ચેકિંગ હાથ ધરાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.