તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વડોદરા શહેરમાં દિવાળીના દિવસોમાં તસ્કરો શહેર પોલીસ તંત્રના ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને રાત્રિ પેટ્રોલિંગના ધજાગરા ઉડાવી રહ્યા છે. દિવાળીથી ધનતેરસના દિવસો દરમિયાન તસ્કરોએ શહેરના વિવિધ વિસ્તારોમાં મકાનોને નિશાન બનાવી લાખ્ખો રૂપિયાની કિંમતનો મુદ્દામાલ ચોરી કરી ગયા હતા. જેમાં રાવપુરા પોલીસ મથકની હદમાં આવેલા બંધ મકાનમાંથી રૂપિયા 4.60 લાખનો મુદ્દામાલ ચોરી કરી ગયા હતા. આમ તસ્કરોએ નવા વર્ષેના પ્રારંભની પૂર્વ સંધ્યાએ ચોરીઓ કરીને કોરોનાની મહામારીમાં પસાર થયેલા વર્ષને વિદાય આપી હતી.
સંબંધીને ઘરે ગયેલા પરિવારના ઘરમાંથી ચોરી
વડોદરા શહેરના રાવપુરા પિરામીતાર રોડના રહેવાસી જગદીશભાઇ કેશવલાલ ઠક્કર દુબઇ રહે છે. તેઓના માતા એકલા રહે છે. 14 ઓક્ટોબર દિવાળીના દિવસે પોતાના સબંધીના ઘરે ગયા હતા. દરમિયાન દિવાળીની રાતથી 15 ઓક્ટોબરની સવાર દરમિયાન તેઓના મકાનની જાળીનો નકૂચો તોડી કોઇ શખ્સો ઘરમાં પ્રવેશ્યા હતા અને ઘરના બીજા માળે મૂકેલી તિજોરીનું લોક તોડીને તિજોરીમાંથી સોનાની 8 તોલાની ચાર બંગડી, ચાર તોલાનું એક મંગળસુત્ર, એક તોલાનું સોનાનું પેન્ડલ, એક તોલાની સોનાની ચેઇન, સોનાની ચાર વીંટી, ચુની, 10 હજાર રૂપિયા રોકડા મળી કુલ રૂપિયા 4,60,000નો મુદ્દામાલ ચોરી કરી ગયા હતા.
રાવપુરા પોલીસે તપાસ શરૂ કરી
આ બનાવ અંગેની ફરિયાદ રાવપુરા પોલીસ મથકમાં નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. રાવપુરા પોલીસે ચોરીનો ભેદ ઉકેલવા માટે FSL અને ડોગ સ્ક્વોડની મદદ લઇને તપાસ શરૂ કરી છે. આ બનાવે વિસ્તારમાં ચકચાર જગાવી મૂકી હતી.
મકાનના દસ્તાવેજો, પાસપોર્ટ, સોના-ચાંદીના દાગીના સહિત કુલ 2.10 લાખ રૂપિયાનો મુદ્દામાલ ચોરી
વડોદરા શહેરના 02-32 સ્લમ ક્વાટર્સ, કમાટીપુરા ખાતે અલ્લાખીબહેન મહેબુબભાઇ પઠાણ પરિવાર સાથે રહે છે. તા.10-11-020 થી તા.16-11-020 દરમિયાન તેઓના બંધ મકાનના જાળીનો નકુચો લોક સાથે તોડી તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હતા. અને ઘરમાંથી મકાનના દસ્તાવેજો, પાસપોર્ટ, સોના-ચાંદીના દાગીના, મળી કુલ 2.10 લાખ રૂપિયાનો મુદ્દામાલ ચોરી કરી ગયા હતા. આ બનાવ અંગેની ફરિયાદ સયાજીગંજ પોલીસ મથકમાં નોંધાતા પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.
કિશનવાડીમાં 49 હજારના મુદ્દામાલની ચોરી
વડોદરા શહેરના આજવા રોડ કિશનવાડી 437, મહાદેવ ચોકમાં નટવરભાઇ જેઠાભાઇ નાઇ પરિવાર સાથે રહે છે. નટવરભાઇએ 15 નવેમ્બરના રોજ કોઇ અજાણ્યા વ્યક્તિને તિજોરીનું લોક બનાવવા માટે બોલાવ્યો હતો. લોક બનાવનાર અજાણી વ્યક્તિએ લોક બનાવવાની સાથે તિજોરીમાંથી સોનાની એક તોલાની ચેઇન, પોણા તોલાની વીંટી, સોનાના પાટલા, ચાંદીના સાંકળા અને ચાંદીની કંઠી મળી કુલ રૂપિયા 49 હજારનો મુદ્દામાલ ચોરી કરી ગયો હતો. આ બનાવની ફરિયાદ પાણીગેટ પોલીસ મથકમાં નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.