તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ:CAની IPCC-ઇન્ટરમીડિયેટ પરીક્ષા 46 વિદ્યાર્થીએ પાસ કરી, મયૂરી શહેરમાં ફર્સ્ટ

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ICAIએ પરિણામ જાહેર કર્યું, આઇપીસીસીના ગ્રૂપ-1માં એક પણ વિદ્યાર્થી પાસ નહીં

ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્સી ઓફ ઇન્ડિયા (આઇસીએઆઇ) દ્વારા આ વર્ષે જાન્યુઆરીમાં લેવાયેલી સીએના બીજા લેવલ આઇપીસીસી અને ઇન્ટરમીડિયેટ એકઝામના રિઝલ્ટ જાહેર કરાયા હતા. આ રિઝલ્ટમાં મયૂરી પાટીલે 800માંથી 498 માર્કસ મેળવીને વડોદરામાં ફર્સ્ટ રેન્ક મેળવ્યો હતો. જ્યારે ગૌરવ શર્માએ 458 માર્કસ મેળવીને બીજો તથા જાનવી તેજવાનીએ 442 માર્કસ મેળવીને ત્રીજી રેન્ક મેળવી હતી. આ ઉપરાંત અક્ષત શાહ અને ચિરાયું ભટ્ટે અનુક્રમે 441 અને 405 માર્કસ મેળવીને ટોપ-5માં સ્થાન મેળવ્યું હતું. આઇપીસીસીમાં ગ્રૂપ-1માં 20 વિદ્યાર્થીઓ પૈકી એક પણ પાસ થઇ શક્યો ન હતો.

જ્યારે ગ્રૂપ-2 પેપર્સની એકઝામ 65 વિદ્યાર્થીએ આપી હતી. જેમાંથી 3 પાસ થયા હતા. બંને ગ્રૂપની પરીક્ષા 16 વિદ્યાર્થીઓએ આપી હતી જેમાં એક જ વિદ્યાર્થી પાસ થઇ શક્યો હતો. આઇપીસીસીમાં 101 વિદ્યાર્થી પૈકી માત્ર 4 વિદ્યાર્થી જ પાસ થતાં પરિણામ 3.93 ટકા આવ્યું હતું. જ્યારે 2018 પહેલાના ઇન્ટરમિડિયેટ એકઝામ આપવનારા વિદ્યાર્થીઓ પૈકીના 38 પાસ થયા હતા. કરિયર અને પ્રતિષ્ઠા બંને હોવાથી સીએ બનવાનું નક્કી કર્યું હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું. શહેરના ટોપ-થ્રી રેન્કર્સ વિદ્યાર્થીઓ એમએસ યુનિવર્સિટીમાંથી બીકોમ પણ કરી રહ્યાં છે.

પેરેન્ટ્સના સપોર્ટમાં CA બનવાનું ધ્યેય
અમારા ઘરની સ્થિતિ મધ્યમ હોવાથી મેં મમ્મી-પપ્પાને સપોર્ટ કરવા નાનપણથી જ સીએ બનવાનું નક્કી કર્યું હતું. એક તબક્કે બે મહિના સુધી ઓનલાઇન ક્લાસ કોરોના લોકડાઉન હોવાથી ભણી શકી ન હતી. પણ પછી કોર્સ કવર કરી લીધો હતો. કેટલા કલાક વાંચ્યુ તેના કરતા ટાર્ગેટ ઓરિએન્ટેડ રિડિંગ મહત્વનું હોય છે. - મયૂરી પાટીલ,સિટી ફર્સ્ટ, 498-800

વર્ષ દરમિયાન સતત વાંચન કર્યું હતું
સીએ બનવાની પ્રેરણા મને પરિવારજનોએ આપી છે. ફાઉન્ડેશન એકઝામ કરતા આઇપીસીસીમાં બે ગણી મહેનત કરવી પડે છે. પરીક્ષાના દિવસોમાં ભાર લઇને ફરવા કરતા મેં વર્ષ દરમિયાન સતત વાંચન કર્યું હતું. પરીક્ષા આપવા જતા સમયે એક પ્રકારનો આત્મવિશ્વાસ હોવો જરૂરી છે. આ પરીક્ષા સહેજ અઘરી હતી. - ગૌરવ શર્મા, સિટી સેકન્ડ, 458-800

દરેક વિષયની જાતે નોટ્સ બનાવી હતી
મારા મમ્મી-પપ્પા અકાઉન્ટન્ટ છે. તેમની પાસેથી જ મને સીએ બનવાની પ્રેરણા મળી. નિયમિતપણે 7થી 8 કલાક વાંચતી હતી. પણ જ્યારે પરીક્ષા હતી ત્યારે પૂરતી ઊંધ લીધા ઉપરાંત માત્ર રિડિંગ જ કર્યું છે. ક્લાસિસની સાથે મેં દરેક વિષયની મારી નોટ્સ બનાવી હતી. જે છેલ્લા દિવસોમાં મને ઉપયોગી પૂરવાર થઇ હતી. - જાનવી તેજવાની, સિટી થર્ડ, 442-800

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો